બ્રિટનના PM Liz Truss એ આપ્યુ રાજીનામું, ગણતરીના દિવસમાં છોડયુ પીએમ પદ
બ્રિટનના વડાપ્રધાન Liz Truss એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે જાહેરાત કરી કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું.
Britain pm liz truss resigned : બ્રિટનના વડાપ્રધાન Liz Truss એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે જાહેરાત કરી કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું. અગાઉ તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસના બની રહેવા અંગે શંકાઓ ઊભી થઈ હતી. ગયા મહિને સરકારે એક આર્થિક યોજના રજૂ કરી, જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું.
ત્યાર બાદ તેમણે પોતાના નાણા મંત્રીને બદલી નાખવા સિવાય અનેક નીતિઓ પર બદલવી પડી હતી. કાલે તેમની સરકારના ગૃહ મંત્રીએ પણ રાજીનામું આપ્યુ હતુ. માત્ર 45 દિવસના કાર્યકાળમાં તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા પણ જોવા મળી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક નેતાઓનું તેમના કામને જોઈને એેવુ માનવું હતુ કે લિઝ ટ્રસે રાજીનામું આપી દેવુ જોઈએ. તેમના પર ઘણા સમયથી રાજીનામું આપવાનું દબાણ હતુ.
કાલે જ પોતાને ગણાવી હતી યોદ્ધા
કાલે જ તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હું મેદાન છોડીને ભાગનાર નથી, હું યોદ્ધા છું. આ નિવેદન તેમણે ત્યારે આપ્યુ હતુ, જ્યારે ખરાબ આર્થિક નીતિને કારણે પોતાની જ પાર્ટીના નેતાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. બ્રિટનમાં સંસદ સત્ર દરમિયાન પણ વિપક્ષ તેમના રાજીનામાંની માંગણી કરી રહ્યુ હતુ.
જે કામ માટે પસંદ કરવામાં આવી, તે હું ન કરી શકી
#WATCH | Liz Truss resigns as the Prime Minister of the United Kingdom
I am resigning as the leader of the Conservative party. I will remain as Prime Minister until a successor has been chosen: Liz Truss
(Source: Reuters) pic.twitter.com/nR2t0yOP30
— ANI (@ANI) October 20, 2022
આજે બ્રિટનના ડાઉનિંગ સ્ટ્રીટની બહાર પોતાના નિવેદનમાં તેમણે કહ્યુ કે, હું જે માટે પસંદ કરવામાં આવી હતી તે હું કરી શકી નથી. ટ્રસએ કહ્યું કે, તેમણે મહારાજા ચાર્લ્સને જાણ કરી હતી કે તે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી રહી છે. ટ્રસ માત્ર 45 દિવસ જ વડાપ્રધાન રહ્યા. કોઈપણ બ્રિટિશ વડાપ્રધાનનો આ સૌથી ટૂંકો કાર્યકાળ છે.
ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના વડાપ્રધાન
તાજેતરમાં YouGovએ એક સર્વે હાથ ધર્યો હતો. YouGov સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે, જો આજે ચૂંટણીઓ યોજવામાં આવે, તો 55 ટકા સભ્યો હવે 42 વર્ષીય સુનકને મત આપશે, અને કેવર માત્ર 25 ટકા ટ્રુસને મત આપશે. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઋષિ સુનક બ્રિટના નવા વડાપ્રધાન બની શકે છે.