BRICS Summit 2026: નવી દિલ્હીમાં મળશે શી જિનપિંગ અને પુતિન; પીએમ મોદીની કૂટનીતિ પર વિશ્વની નજર

નવી દિલ્હીના ભારત મંડપમમાં 12-13 સપ્ટેમ્બરે 18મું બ્રિક્સ શિખર સંમેલન યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લેશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ફૂડ-એનર્જી સિક્યોરિટી અને 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' પર સહમતિ સાધવી ભારત માટે મહત્વની કસોટી રહેશે.

BRICS Summit 2026: નવી દિલ્હીમાં મળશે શી જિનપિંગ અને પુતિન; પીએમ મોદીની કૂટનીતિ પર વિશ્વની નજર
| Updated on: Sep 10, 2026 | 5:38 PM

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. વૈશ્વિક યુદ્ધ, મિડલ ઈસ્ટ સંકટ અને આર્થિક દબાણ વચ્ચે યોજાઈ રહેલા આ મહામંથનમાં શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત વિશ્વના શક્તિશાળી નેતાઓ એક મંચ પર ભેગા થઈ રહ્યા છે.

ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલા આ બે દિવસીય સંમેલનનું મુખ્ય ધ્યાન વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ખાદ્ય સુરક્ષા, ઉર્જા, આરોગ્ય અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા પર રહેશે.

શી જિનપિંગનો ભારત પ્રવાસ શા માટે ખાસ છે?

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ ભારત પ્રવાસ કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરહદી વિવાદ પછી સર્જાયેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવે છે. શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની પણ પૂરી શક્યતા છે.

આ ઉપરાંત, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક થશે, જેમાં દ્વિપક્ષીય વેપાર, ઉર્જા સુરક્ષા અને પેમેન્ટ સિસ્ટમ પર ચર્ચા થશે.

તણાવ અને યુદ્ધના ઓછાયા હેઠળ ‘ફૂડ અને એનર્જી સિક્યોરિટી’ પર મંથન

આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, મિડલ ઈસ્ટનું સંકટ અને અમેરિકી ટેરિફ નીતિઓના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા દબાણમાં છે. ભારત તરફથી નક્કી કરાયેલી બ્રિક્સની મુખ્ય થીમ ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ છે. આ અંતર્ગત ભારતનો ભાર એ વાત પર રહેશે કે વૈશ્વિક આંચકા છતાં સભ્ય દેશો વચ્ચે જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં.

‘ન્યૂ દિલ્હી ડિક્લેરેશન’ પર શું સહમતિ સધાશે?

11 પૂર્ણ સભ્ય દેશો ધરાવતા બ્રિક્સ સંગઠનની સૌથી મોટી તાકાત અને પડકાર તેનું ‘સર્વસંમતિ’ વાળું મોડેલ છે. મિડલ ઈસ્ટ સંકટને લઈને ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા સભ્ય દેશોના વલણમાં તફાવતને કારણે સંયુક્ત ઘોષણાપત્ર પર સામાન્ય સહમતિ સાધવી એ ભારત માટે એક મોટી કૂટનીતિક કસોટી હશે.

બે દિવસનું સંપૂર્ણ શિડ્યુલ: જાણો ક્યારે શું થશે

  • 12 સપ્ટેમ્બર: બપોરે 2:35 વાગ્યે બ્રિક્સ સભ્ય દેશોની બંધ બારણે બેઠક થશે. ત્યારબાદ નેતાઓ ‘ભારત ઈનોવેટ્સ એક્ઝિબિશન’ જોશે, સત્તાવાર ફેમિલી ફોટો સેશન થશે અને સંયુક્ત વૃક્ષારોપણ કરશે. સાંજે પીએમ મોદી તરફથી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.
  • 13 સપ્ટેમ્બર: સવારે 10:50 વાગ્યાથી ઓપન સેશન શરૂ થશે. ચર્ચા બાદ તમામ દેશોની સહમતિ સાથે ‘ન્યૂ દિલ્હી ડિક્લેરેશન’ જાહેર કરીને સંમેલનનું સમાપન કરવામાં આવશે.

Su-57 vs Su-75: BRICS સંમેલનમાં રશિયા ભારતને આપી શકે છે ‘ડબલ ઓફર’, 5th જનરેશન ફાઇટર જેટ પર વિશ્વની નજર

Follow Us
Loading...
Unable to load recommendations.