AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ચીન પૂરના વિનાશને છુપાવી રહ્યું છે ? વાયરલ વીડિયો દૂર કરાયા વિદેશી મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ

નેપાળ-તિબેટ પુરમાં 676 મૃત્યુ વચ્ચે ચીન પર વીડિયો દુર કરવો તેમજ વિદેશી પત્રકારોને રોકવાનો આરોપ છે. ચાલો જાણીએ તિબેટમાં પુરના સમાચાર પછી ચીનના આ કડક વલણનું કારણ શું છે. જાણો.

Breaking News : શું ચીન પૂરના વિનાશને છુપાવી રહ્યું છે ? વાયરલ વીડિયો દૂર કરાયા વિદેશી મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ
Image Credit source: AI
| Updated on: Aug 30, 2026 | 10:58 AM
Share

નેપાળ અને તિબેટમાં આવેલી ભીષણ પુરથી અત્યારસુધી 676 લોકોના મૃત્યું થઈ ચૂક્યા છે. જ્યારે અંદાજે 3,000 લોકો લાપતા થયા છે. આ વચ્ચે ચીન પર પૂર સાથે જોડાયેલા સમાચાર અને વીડિયોને સેન્સર કરવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ મુજબ ચીનમાં લોકોને પુરની જાણકારી મુખ્ય રીતે સરકારી મીડિયા પાસેથી મળી રહી છે. સરકારી મીડિયાના સમાચાર મુજબ રાહત અને બચાવ અભિયાન પર વધારે જોર આપવામાં આવ્યું છે. જ્યારે પુરથી તબાહીના ફોટો સામે આવી રહ્યા છે.

ધ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ સ્થાનીક લોકોએ પુર અને ભૂસ્ખલનના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં તિબેટના ગ્યિરોંગ કાઉન્ટીમાં એક બોર્ડર ક્રોસિંગ પરનો વીડિયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, આ વીડિયો ચીનના સોશિયલ મીડિયા પરથી દુર કરવામાં આવ્યો છે. બ્રિટેનના સમાચારપત્ર ધ ટેલીગ્રાફ મુજબ ચીનના સરકારી મીડિયાએ આ વીડિયોને દેખાડવા કરતા માત્ર તેના ફોટોનો ઉપયોગ કર્યો છે.

રેસ્ક્યુ ઓપરેશન ચાલું

ચીનના સરકારી મીડિયાના સમાચાર મુજબ મુખ્ય રીતે રાહત અને બચાવ અભિયાનની જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું કે, પ્રભાવિત વિસ્તારમાં ચીનના જવાનો અને અન્ય રાહતકર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. બચાવ માટે ડ્રોન અને હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારી અખબાર પીપુલ્સ ડેલીએ ગુરુવારના રોજ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગ્યિરોંગમાં પૂર પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ કરવાનો આદેશ છે.

વિદેશી પત્રકારો માટે મુશ્કેલી

રિપોર્ટ મુજબ વિદેશી પત્રકારોને તિબેટ જવા અને ત્યાંના લોકો સાથે વાત કરવામાં મોટો સામનો કરવો પડી રહ્યો છે. જેનાથી નેપાળની બહાર થયેલી તબાહીની સ્વતંત્ર તપાસ કરવી મુશ્કેલી થઈ ગઈ છે. તિબેટમાં 1950ના દશકમાં ચીનના નિયંત્રણ સામે આવ્યું હતુ. આજે પણ ચીનના સૌથી સંવેદનશીલ અને મોટા નિયંત્રણ વાળા વિસ્તારોમાં સામેલ છે.

લંડનની SOAS યુનિવર્સિટી ખાતે ચાઇના ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સ્ટીવ ત્સાંગે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય મંજૂરી વિના તિબેટ સંબંધિત સમાચાર પ્રકાશિત કરવા અશક્ય છે. તેમના મતે, ચીન તિબેટને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી જુએ છે. નેપાળના ભૂતપૂર્વ સાંસદ રાજેન્દ્ર બજગૈને પણ ચીન પર પારદર્શિતાના અભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પૂરના વીડિયો દૂર કરવાથી ચીન શું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તે અંગે પ્રશ્નો ઉભા થાય છે.

નેપાળમાં 669 મૃત્યું, 2,426 લાપતા

નેપાળની આપત્તિ એજન્સી અનુસાર, દેશમાં 669 લોકો માર્યા ગયા છે અને 2,426 લોકો ગુમ છે.ચીનને તિબેટમાં 7ના મૃત્યું અને 550થી વધારે લોકો લાપતા થયાની જાણકારી આપી છે. નેપાળમાં બચાવ કાર્યે દળે અત્યારસુધી 3,700થી વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. અમેરિકી જિયોલોજિકલ સર્વ મુજબ બુધવારના નેપાળ-તિબેટ સરહદ પર આવેલું પાણીમજબૂત અને ઘાતક મોજા એક ગ્લેશિયર તૂટવાને કારણે આવી હતી.

Breaking News : ભોટેકોશી નદીમાં જોરદાર પ્રવાહ આવતા નેપાળમાં ફરી એક વાર વિનાશનો ભય, NDRRMAએ એલર્ટ જાહેર કર્યું અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">