Breaking News : ઈરાનમાં ઘૂસીને અમેરિકન આર્મીએ હાથ ધર્યુ ઓપરેશન, તોડી પાડેલા F-15ના પાયલટને IRGCના કબજામાંથી છોડાવ્યો !

અમેરિકાએ એક મોટો અને મહત્વનો નિર્ણય લઈને યુએસ આર્મીને ઈરાનની ધરતીમાં મોકલીને, તોડી પડાયેલા એફ 15 ફાઈટર જેટના પાયલટને જીવતો બહાર કાઢી લીધો છે. આ દાવો અમેરિકાએ આજે કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, IRGCના સતત અને ભારે ગોળીબાર વચ્ચે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઈરાને ગત શુક્રવારે તોડી પાડેલા F-15E ફાઈટર જેટના પાયલટને સહી સલામત ઈરાનની બહાર કાઢી લેવામાં આવ્યો છે.

Breaking News : ઈરાનમાં ઘૂસીને અમેરિકન આર્મીએ હાથ ધર્યુ ઓપરેશન, તોડી પાડેલા F-15ના પાયલટને  IRGCના કબજામાંથી છોડાવ્યો !
| Edited By: | Updated on: Apr 05, 2026 | 10:34 AM

યુએસ સેનાએ ઈરાનની અંદર જઈને, તોડી પાડવામાં આવેલા F-15E ફાઇટર જેટના બીજા પાઇલટને સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની પુષ્ટિ કરી છે. અગાઉ, કતારના મીડિયા આઉટલેટ અલ જઝીરાએ એક યુએસ અધિકારીને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો કે, પાયલટને સહી સલામત બચાવીને બહાર કાઢવાના અમેરિકન આર્મીના ઓપરેસન દરમિયાન ઈરાની દળો અને IRGC સાથે ભારે ગોળીબાર થયો હતો.

ટ્રમ્પે કહ્યું: “અમે તેને બચાવ્યો”

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું કે “અમે તેને બચાવ્યો ! મારા સાથી અમેરિકનો, છેલ્લા કેટલાક કલાકોમાં, યુએસ સેનાએ અમારા શ્રેષ્ઠ ક્રૂ સભ્યોમાંથી એકને બચાવવા માટે અમેરિકન ઇતિહાસમાં સૌથી હિંમતવાન શોધ અને બચાવ મિશનમાંથી એક સફળતાપૂર્વક ચલાવ્યું છે. ” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું, “મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તે હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે.”

ઈરાનના સુરક્ષા દળોએ, ગત શુક્રવારે મધ્ય ઈરાન ઉપર એક યુએસ F-15E સ્ટ્રાઈક ઇગલ વિમાનને તોડી પાડ્યું હતું. ફાઇટર જેટમાં સવાર બંને પાઇલટ તોડી પાડેલા ફાઈટર જેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. યુએસ દળોએ તે જ દિવસે એક પાઇલટને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જ્યારે બીજા પાઇલટને શોધવા માટે કાર્યવાહી ચલાવી હતી.

પાઇલટને ઈરાન દેશમાંથી બહાર કાઢવામાં આવ્યો

અલ જઝીરા ન્યૂઝે અપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, ક્રૂ મેમ્બરને ઈરાનના પ્રદેશમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. યુએસએ આર્મી ઓપરેશન દરમિયાન, યુએસ લશ્કરી દળો અને IRGC લડવૈયાઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.

Breaking News : ઈરાને કહ્યું-અમેરિકા-ઈઝરાયેલ જો આ ભૂલ કરશે તો તહેરાન તો ઠીક, ખાડીના દેશો પણ તબાહ થઈ જશે

Follow Us