New Zealand earthquake : ન્યુઝીલેન્ડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતીય સમય અનુસાર ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 આંકવામાં આવી છે.
Notable quake, preliminary info: M 7.3 – Kermadec Islands, New Zealand https://t.co/qFYpjntFPZ
— USGS Earthquakes (@USGS_Quakes) April 24, 2023
આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી
ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ નજીક 10 કિલોમીટરની નીચે હતું. હજી સુધી, ત્યાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ નજીકના કર્માડેક ટાપુઓમાં આજે 7.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. બીજી તરફ અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમનું કહેવું છે કે, 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિસ્તારમાં સુનામીનો ખતરો છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ છે, જે ન્યુઝીલેન્ડના દરિયાકાંઠાથી લગભગ 500 માઈલ ઉત્તરપૂર્વમાં સ્થિત છે.
જો કે, કર્માડેક ટાપુઓ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર કહે છે કે ભૂકંપની તીવ્રતા હોવા છતાં, પેસિફિકમાં સુનામીનો કોઈ ખતરો નથી. હવાઈ, વેસ્ટ કોસ્ટ, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કામાં ભૂ-સુનામીનો કોઈ ખતરો નથી.
બીજી તરફ, ન્યુઝીલેન્ડના અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે સુનામીની ચેતવણીનું પાલન કરવું જોઈએ કે નહીં.
નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) એ ટ્વીટ કર્યું, “અમે એ નક્કી કરવા માટે સંજોગોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે, શું M7.3 કર્માડેક ટાપુ ભૂકંપને કારણે સુનામી આવી છે. જે ન્યુઝીલેન્ડને અસર કરી શકે છે.
પ્રારંભિક આંચકાના અડધા કલાક પછી ન્યુઝીલેન્ડમાં 5.4ની તીવ્રતાનો બીજો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.
અગાઉ ન્યુઝીલેન્ડમાં 6.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતુ કે ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે હતું.
આ પૂર્વે પણ કચ્છ રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો . જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું .જેમાં 8. 14 મિનિટે રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત 05 એપ્રિલના રોજ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા છે. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:08 am, Mon, 24 April 23