Breaking News: લંડનમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન થયુ ક્રેશ, આકાશમાંથી દેખાયો આગનો ગોળો, જુઓ Video
Breaking News: લંડનમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન થયુ ક્રેશ, આકાશમાંથી દેખાયો આગનો ગોળો, જુઓ Video

London Plane Crashes: રવિવારે લંડનમાં એક નાનું વિમાન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે લંડનના સાઉથએન્ડ ઍરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું હતું. ત્યારબાદ ઘટનાસ્થળેથી આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. વિમાન ક્રેશ થયા પછી, તે સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અગનગોળો ઉછળતો જોવા મળી રહ્યો છે.
જુઓ Video
Tragedy In London: A Beech B200 Super King aircraft crashed shortly before 4pm during takeoff at just crashed at London Southend Airport, causing an enormous fireball! This is a developing story. There is no details yet on casualties or how many were aboard. pic.twitter.com/Dvpd5F5acG
— John Cremeans (@JohnCremeansX) July 13, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન 12 મીટર (39 ફૂટ) લાંબુ હતું. દુર્ઘટનાગ્રસ્ત પ્લેન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથેન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું.
સોશિયલ મીડિયા પર આગના ગોળા દેખાતા વીડિયો ફુટેજ સામે આવ્યા
સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં, એરપોર્ટ ઓથોરિટીએ વિમાન દુર્ઘટનાની ઘટનાની પુષ્ટિ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક સામાન્ય ઉડ્ડયન વિમાન સામેલ હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટામાં અકસ્માત સ્થળ પરથી આગ અને કાળો ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
વિમાનમાં સવાર લોકો વિશે માહિતીની રાહ જોવાઈ રહી છે
પ્રત્યક્ષદર્શી જોન જોહ્ન્સને જણાવ્યું હતું કે વિમાન જમીન સાથે અથડાયા બાદ તેમણે એક મોટો અગનગોળો જોયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વિમાન લગભગ 12 હવાઈ મુસાફરોને લઈ જવા સક્ષમ છે. જો કે, અકસ્માત સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
સ્થાનિક સાંસદે લોકોને ક્રેશ સાઇટથી દૂર રહેવા અપીલ કરી
સાઉથેન્ડ વેસ્ટ એન્ડ લેહના સાંસદ ડેવિડ બર્ટન-સેમ્પસને આ પ્લેન ક્રેશ અંગે તેમના એક્સ એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરી. સાંસદે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મને સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશ વિશે જાણકારી મળી છે. કૃપા કરીને તે સ્થળથી દૂર રહો અને બધી ઇમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો.
