Breaking News : ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસના ટોચના કમાન્ડર બિલાલનું મોત, ઇસ્લામિક જેહાદનું મુખ્ય મથક પણ નષ્ટ
ઈઝરાયેલની વાયુસેનાએ શનિવારે રાત્રે હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન હમાસના અન્ય ટોચના કમાન્ડર બિલાલ અલ-કદ્રાને ઠાર માર્યો હતો. બિલાલ બટાલિયનમાં નહબા ફોર્સનો ટોચનો કમાન્ડર હતો અને ઈઝરાયેલમાં ઘરોમાં ઘૂસીને લોકોની હત્યા કરવામાં સામેલ હતો. આ સિવાય ઈઝરાયલી દળોએ હવાઈ હુમલામાં ઈસ્લામિક જેહાદના હેડક્વાર્ટરને પણ નષ્ટ કરી દીધું.
ઈઝરાયેલની એરસ્ટ્રાઇકમાં શનિવારે રાત્રે હમાસના અન્ય ટોચના કમાન્ડર બિલાલ અલ-કદ્રાને ઠાર માર્યો હતો.બિલાલ બટાલિયનમાં નહબા ફોર્સનો ટોચનો કમાન્ડર હતો અને બિલાલ પર ઈઝરાયેલમાં ઘરોમાં ઘૂસીને લોકોની હત્યા કરવાનો આરોપ હતો. આ સિવાય ઈઝરાયલી ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઈસ્લામિક જેહાદના હેડક્વાર્ટરને પણ નષ્ટ થઇ ગયું છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતી છે અને આ યુદ્ધમાં ઇઝરાયલી દળોએ શનિવારે રાત્રે એરસ્ટ્રાઈકમાં દક્ષિણ ખાન યુનિસ બટાલિયનમાં નહબા ફોર્સના ટોચના કમાન્ડર બિલાલ અલ-કાદ્રાને ઠાર મારી નાખ્યો હતો.
આ પણ વાંચો : Kathmandu News: ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવેલા 254 નેપાળીઓ ઘરે પહોંચ્યા, સર્જાયા ભાવુક દશ્યો, જુઓ Photos
હમાસની દક્ષિણ ખાન યુનિસ બટાલિયન પર હુમલો કર્યો હતો
ઈઝરાયેલની વાયુસેનાએ એરસ્ટ્રાઇક દ્વારા શનિવારે રાત્રે ગાઝા પટ્ટીમાં હમાસની દક્ષિણ ખાન યુનિસ બટાલિયન પર હુમલો કર્યો હતો. માર્યો ગયેલા બિલાલ પર ઇઝરાયેલમાં ઘણા લોકોની હત્યાનો આરોપ છે. બિલાલ તે જ હતો જેણે દક્ષિણ ઇઝરાયેલના કિબુત્ઝ નિરીમ અને નિરોઝ વિસ્તારમાં ઘરોમાં ઘૂસીને લોકોની મારી નાખ્યા હતા. આતંકવાદી સંગઠન હમાસમાં કામ કરવાની સાથે કાદરા પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ સંગઠનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.
As part of the extensive IAF strikes of senior operatives and terror infrastructure in the Gaza Strip, the IDF and ISA killed the Nukhba commander of the forces in southern Khan Yunis, who was responsible for the Kibbutz Nirim massacre pic.twitter.com/UTspdQYgSN
— Israeli Air Force (@IAFsite) October 15, 2023
ઇસ્લામિક જેહાદનું હેડક્વાર્ટર પણ તોડી પાડ્યું
હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં 2,329 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને તે પાંચ ગાઝા યુદ્ધોમાં પેલેસ્ટિનિયનો માટે સૌથી ભયંકર યુદ્ધ બની ગયું છે. યુએનના ડેટા અનુસાર, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના 2014ના યુદ્ધમાં 2,251 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા, જેમાંથી 1,462 નાગરિકો હતા. રવિવારે ચાલુ યુદ્ધમાં મૃત્યુઆંક 2014ના યુદ્ધના મૃત્યુઆંકને પાર કરી ગયો હતો. તમને જણાવી દઈએ કે 2014માં થયેલ યુદ્ધ છ અઠવાડિયા સુધી ચાલ્યું હતું અને તેમાં છ નાગરિકો સહિત ઈઝરાયેલ તરફથી 74 લોકો માર્યા ગયા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો