Breaking News : ભિખારી દેશ પાકિસ્તાન નહી….ચીને કરાવ્યુ અમેરિકા-ઈરાનનું સીઝફાયર

ચીને પડદાં પાછળ રહી ઈરાનને સીઝફાયર માટે રાજી કર્યું છે. આવો દાવો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ કરી છે. પાકિસ્તાન સહિત અન્ય દેશો દ્વારા વાતચીત આગળ વધી છે.

Breaking News : ભિખારી દેશ પાકિસ્તાન નહી....ચીને કરાવ્યુ અમેરિકા-ઈરાનનું સીઝફાયર
| Updated on: Apr 08, 2026 | 10:01 AM

ઈરાનમાં અચાનક સીઝફાયરને લઈ હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, ચીને પડદાં પાછળ રહી મહ્તવની ભૂમિકા નિભાવતા ઈરાનને વાતચીત માટે રાજી કર્યું છે. ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું કે, તેને વિશ્વાસ છે કે, ચીનની પહેલ વગર આ સીઝફાયર સંભવ નથી.

રિપોર્ટ મુજબ ચીને સીધી રીતે સામે આવ્યું નહી, પરંતુ બૈકડોર ડિપ્લોમેસીનો રસ્તો અપનાવ્યો છે. તેમણે પાકિસ્તાન, તુર્કી અને મિશ્ર જેવા દેશો દ્વારા ઈરાન સુધી સંદેશ પહોંચાડ્યો છે. આ મધ્યસ્થો દ્વારા ચીન સતત ઈરાનને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, વધતું યુદ્ધ માત્ર ક્ષેત્રમાં નહી પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

રસપ્રદ વાત એ છે કે, ચીને અધિકારિક રીતે આ ભૂમિકાને સ્વીકાર્યું નથી. ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નિંગે માત્ર એટલું કહ્યું કે, તમામ પક્ષ ઈમાનદારી દેખાડે. તેમજ જલ્દી સંધર્ષ પૂર્ણ કરે તેમણે એ પણ માન્યું કે, આ જંગ વૈશ્વિક ઉર્જા,સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની ચૂકી છે.

ચીને હોર્મુઝને લઈ આપ્યો ઈરાનનો સાથ

સીઝફાયર પહેલા ચીનનું વલણ વધુ સ્પષ્ટ થયું જ્યારે તેણે રશિયા સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવને વીટો કર્યો. આ પ્રસ્તાવ હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારિક જહાજોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાની વાત આધારિત હતી.

પાકિસ્તાને સીઝફાયરનો દાવો કર્યો

આ સંપૂર્ણ ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા મહત્વની હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત માટે ઈસ્લામાબાદને પસંદ કરવામાં આવ્યું હતુ. જેનાથી એ સંકેત સ્પષ્ટ મળે છે કે, પાકિસ્તાન એક પ્રમુખ મધ્યસ્થના રુપમાં સામે આવ્યું, પરંતુ ટ્રમ્પના નિવેદન પછી આ ધારણા મજબુત થઈ રહી છે. અસલી રાજનીતિ ચીનના હાથમાં હતી તેમજ પાકિસ્તાન માત્ર એક ચેહરા તરીકે ઉપયોગ થયો છે.

હવે એ સવાલ છે કે, શું આ સીઝફાયર લાંબા સમય સુધી ટકી શકશે. કે પછી અસ્થાયી સાબિત થશે. હાલમાં આટલું જરુર સ્પષ્ટ છે કે, આ જંગમાં માત્ર સૈન્ય તાકત નથી પરંતુ કુટનિતિની પણ મહત્વની ભુમિકા નિભા રહી છે. આ વખતે ચીને આ રમતમાં પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us