Blast In Pakistan : ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થવાથી ચારના મોત, 15 લોકો ઘાયલ
પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત થયા છે જયારે 15 ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ( Pakistan) ક્વેટા (quetta) પ્રાંતમાં ગુરુવારે રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટની (Blast in Pakistan) ઘટના સામે આવી છે. વિસ્ફોટના કારણે આજુ-બાજુની ઇમારતોના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, વિસ્ફોટ જિન્ના રોડ પર સાયન્સ કોલેજ પાસે પાર્ક કરેલી કારમાં થયો હતો. જિન્ના રોડ ક્વેટાના મુખ્ય માર્ગો પૈકી એક હોવાનું માનવામાં આવે છે. આ રોડ ખરીદી માટે ખૂબ જ લોકપ્રિય અને સૌથી વ્યસ્ત સ્થળ છે. જો કે, અધિકારીઓ આ ઘટના પાછળ સંડોવાયેલા તત્વોની તપાસ કરી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોને ક્વેટા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટથી નજીકની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. પાકિસ્તાનના આ વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ ખૂબ જ એક્ટિવ છે. નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે જ ઘટનાસ્થળથી માંડ 2 કિમી દૂર ફોર સ્ટાર હોટેલ સરનામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં લગભગ પાંચ લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે તે દિવસે ચીનના રાજદૂત પણ હોટલમાં હાજર હતા. પરંતુ વિસ્ફોટ સમયે તેઓ હોટલમાંથી ડિનર માટે બહાર ગયા હતા.
નોંધનીય છે કે અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલો આ પ્રાંત તાલિબાન અને આઈએસના પ્રભાવને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં બોમ્બ વિસ્ફોટોનો મહત્વપૂર્ણ ગઢ બની ગયો છે.
હુમલા વિશે વધુ વિગતો આપતાં બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાનના સલાહકાર મીર ઝિયાઉલ્લાહ લેંગોવે જણાવ્યું હતું કે,વિસ્ફોટ રિમોટ કંટ્રોલ ઉપકરણ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ઘટનાસ્થળે પહોંચીને મૃતકો અને ઘાયલો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ ઘટનાને આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને દોષિતોને વહેલી તકે સજા મળવી જોઈએ.
નોંધનીય છે કે, 1 મહિના પહેલા પણ બ્લાસ્ટ થયો હતો. આબ્લાસ્ટ રિમોટ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં પોલીસ વાનને નિશાન બનાવવામાં આવી છે. આ ઘટના નવા કિલીના ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં બની હતી.
તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનનું શાસન છે ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, પાકિસ્તાને તાલિબાનને ફરી સત્તામાં લાવવા માટે આતંકવાદીઓ અને શસ્ત્રો સપ્લાય કરવા સહિત અનેક રીતે મદદ કરી છે. પરંતુ તે પછી પણ જીવલેણ હુમલામાં વધારો થયો છે.
આ પણ વાંચો : Omicronએ લગાવી લાંબી છલાંગ, મહારાષ્ટ્રમાં 198 કેસ સાથે દેશમાં ઓમિક્રોનની સંખ્યા 1,100ને પાર, મુંબઈમાં 190 કેસ
આ પણ વાંચો : મુંબઈમાં હાઈ એલર્ટ, ખાલિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે હુમલો; તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ