AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: કોરોના નિયમોના ઉલ્લંઘન પર બિહારના આ વ્યક્તિને 3 વર્ષની જેલ! જાણો ક્યાં મળી આ સજા

મૂળ બિહારનો 34 વર્ષીય મોહમ્મદ ખાલિદ છેલ્લા 8 વર્ષોથી બહરીનમાં કામ કરે છે. ખાલિદને 5 હજાર બહરીની દિનાર એટલે કે લગભગ 9.72 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

OMG: કોરોના નિયમોના ઉલ્લંઘન પર બિહારના આ વ્યક્તિને 3 વર્ષની જેલ! જાણો ક્યાં મળી આ સજા
મોહમ્મદ ખાલિદના ભાઈએ હવે આ બાબતને ટ્વિટર પર રજુ કરી
| Updated on: Jun 17, 2021 | 3:01 PM
Share

હૈદરાબાદના એક વ્યક્તિનો દાવો છે કે તેના ભાઈને કોરોનાના નિયમોના ઉલ્લંઘનના આરોપ બદલ 3 વર્ષની જેલની સજા કરવામાં અવી છે. જી હા અને તેનો દાવો છે કે આ ઘટના બની છે બહરીનમાં. આ વ્યક્તિએ તેના ભાઈને બચાવવા અને છોડાવવા માટે ટ્વીટર પર વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે.

વાત એમ છે કે મૂળ બિહારનો 34 વર્ષીય મોહમ્મદ ખાલિદ છેલ્લા 8 વર્ષોથી બહરીનમાં કામ કરે છે. મોહમ્મદ ખાલિદના ભાઈએ હવે આ બાબતને ટ્વિટર પર રજુ કરી છે. તેણે જણાવ્યું છે કે ખાલિદને 5 હજાર બહરીની દિનાર એટલે કે લગભગ 9.72 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ખાલિદને બહરીનમાં 7 જૂને સજા સંભળાવવામાં આવી હતી.

ટ્વિટર યુઝર અમજદ ઉલ્લાહ ખાને વિદેશ પ્રધાન જયશંકરને ટેગ કરતા લખ્યું છે કે, ‘તેનો ભાઈ કોરોના સંક્રમિત હતો ત્યારે 15 દિવસ ક્વોરેંટાઇન્ડ રહ્યો હતો. 15 દિવસ પૂરા થયા બાદ તે જમવાનું ખરીદવા માટે તેની બિલ્ડીંગની નીચે ગયો. આ સમયે ત્યાના એક સ્થાનિક રહેવાસીએ તેના હાથ પર ઇલેક્ટ્રોનિક ટ્રેકર જોયું અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો.

આ ઘટના ઘટતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને સિતરા કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ટેસ્ટ નેગેટીવ આવવાના કારને સિતરા કેમ્પ ખાતે તેનું ટ્રેકર હટાવવામાં આવ્યું અને ક્લિનચીટ આપવામાં આવી હતી.

યુઝરે આગળ વાત કરતા જણાવ્યું છે કે, ‘ખાલિદની ફરી એકવાર 7 મી જૂને ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ખાલિદને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી અને તેના પર 5000 બહરીની દિનારોનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

બહિરીનમાં ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વ્યક્તિના ટ્વીટની નોંધ લીધી છે અને મોહમ્મદ ખાલિદની માહિતી પણ માંગી છે.

આ પણ વાંચો: “ભારતીય નારી, સબ પર ભારી”: સાડીમાં 37 વર્ષની મહિલાએ કરી એવી કસરત, જોઇને સૌ રહી ગયા દંગ

આ પણ વાંચો: Alert: લોકડાઉનના સમયમાં ભારતના કરોડો લોકોની આંખો પર પડી આવી અસર, આંકડા છે ચોંકાવનારા

g clip-path="url(#clip0_868_265)">