BBC Chairman Resign: બીબીસી ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું, પૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હોવાનો આરોપ

બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પ ઘણા આરોપોનો સામનો કરી રહ્યા હતા. આ પછી આજે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. જોકે તે જૂન સુધી કામ કરવા તૈયાર છે. ત્યાં સુધીમાં તેમના અનુગામીની પસંદગી કરવામાં આવશે.

BBC Chairman Resign: બીબીસી ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું, પૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હોવાનો આરોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:08 PM

બીબીસીના અધ્યક્ષ રિચર્ડ શાર્પે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સામે અનેક આરોપો હતા. જે બાદ તેણે પોતાનું પદ છોડી દીધું હતું. જોકે તેઓ જૂનના અંત સુધી આ પદ પર રહેશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિ નહીં મળે, ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળશે. જોકે તેઓ તરત જ હોદ્દો છોડી રહ્યા હતા, પરંતુ જો તેમને વિનંતી કરવામાં આવશે તો જૂન સુધી કામ કરવા સંમત થયા છે. રિચર્ડ શાર્પ પર આરોપ છે કે તેણે પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

બીબીસી અધ્યક્ષ પર ગંભીર આરોપો છે. આ પછી તેણે કહ્યું કે બીબીસીના હિત મારાથી ઉપર છે. તેથી, હું તાત્કાલિક અસરથી મારું રાજીનામું આપી રહ્યો છું. આ મામલે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શાર્પે પૂર્વ પીએમ બોરિસ જોનસનને આપવામાં આવેલી લોન અંગેના નિયમોને ધ્યાનમાં રાખ્યા છે.

રિચર્ડ જૂન સુધી પદ પર રહેશે

દેશની સાર્વજનિક સંપત્તિ પર નજર રાખતી સંસ્થા હવે બીજી તપાસ કરી રહી છે. જેમાં એ જોવામાં આવશે કે સરકાર દ્વારા 2021માં બ્રોડકાસ્ટરના પ્રમુખપદ માટે રિચર્ડ કેવી રીતે ચૂંટાયા. જો કે જ્યાં સુધી તેમના અનુગામી ન મળે ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : US News: પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે, સેનેટમાં 50-0થી બિલ પાસ

શાર્પનો કાર્યકાળ ચાર વર્ષનો હતો

તેમના આ નિર્ણય બાદ ખળભળાટ મચી ગયો છે. ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરવા ઉપરાંત, શાર્પ પર સરકારી નિમણૂંકોમાં અનિયમિતતાનો પણ આરોપ છે. રિપોર્ટમાં સ્પષ્ટ આરોપ છે કે દેવાના કારણે શાર્પે જાહેર નિમણૂંકોમાં નિર્ધારિત નિયમોને બાયપાસ કરીને કામ કર્યું હતું. શાર્પનો કાર્યકાળ ચાર વર્ષનો હતો. તેમણે કહ્યું કે જો હું મારા કાર્યકાળના અંત સુધી પદ પર રહીશ તો તે યોગ્ય નથી. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું મારું પદ છોડી રહ્યો છું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">