AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US News: પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે, સેનેટમાં 50-0થી બિલ પાસ

US News: લગભગ બે લાખ દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં રહે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ધામધૂમથી દીપાવલી પર્વની ઉજવણી કરે છે. સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કરીને દિવાળીની રજા વિશે માહિતી આપી હતી.

US News: પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે, સેનેટમાં 50-0થી બિલ પાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 3:37 PM
Share

US News: દિવાળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેની સાથે તે વિશ્વના અન્ય દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. બીજી તરફ લોકોના ઉત્સાહને જોતા અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીના તહેવાર પર રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કરીને દિવાળીની રજા વિશે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કર્યું કે દિવાળીની રજા માટેનું બિલ સેનેટ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. તેણે આગળ લખ્યું કે દિવાળીની ઉજવણી કરનારા પેન્સિલવેનિયાના લોકો વતી આભાર.

સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કર્યું કે દિવાળીની રજા માટેનું બિલ સેનેટ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે.

દિવાળી પર રાજ્યમાં રજાની જાહેરાત

આ માટે સેનેટર નિકિલ સવાલે પણ સેનેટર રોથમેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ બિલ પાસ કરાવવામાં સેનેટર રોથમેન સાથે જોડાઈને હું સન્માનિત છું. મીડિયા અહેવાલો અનુસાર, પેન્સિલવેનિયાના સેનેટર્સ ગ્રેગ રોથમેન અને નિકિલ સાવલે ફેબ્રુઆરીમાં દિવાળીને રાજ્યની રજા તરીકે જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું.

રોથમેને ટ્વિટ કર્યું કે પેન્સિલવેનિયામાં દિવાળી પર રાજ્યની રજાને માન્યતા આપવાનું બિલ સેનેટ દ્વારા 50-0ના મતથી પસાર કરાયું છે

દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે

આ દરમિયાન બંને સેનેટરોએ કહ્યું હતું કે લગભગ બે લાખ દક્ષિણ એશિયાઈ લોકો પેન્સિલવેનિયામાં રહે છે. આમાંના ઘણા લોકો દીપાવલીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. તે જ સમયે, રોથમેને ટ્વિટ કર્યું કે પેન્સિલવેનિયામાં દિવાળી પર રાજ્યની રજાને માન્યતા આપવાનું બિલ સેનેટ દ્વારા 50-0ના મતથી પસાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Operation Kaveri 2023: સુદાનથી અત્યાર સુધીમાં 798 ભારતીયો પરત ફર્યા, દિલ્હી પહોચતા લોકોએ નરેન્દ્ર મોદી જિંદાબાદના લગાવ્યા નારા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">