બાંગ્લાદેશમાં 7 કરોડ રૂપિયાથી વધુની નકલી ભારતીય ચલણી નોટ ઝડપાઈ, પાકિસ્તાનથી આવી હતી આ નકલી નોટ

|

Nov 28, 2021 | 6:30 PM

ઢાકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નોટો પાકિસ્તાનમાં બની હતી. ત્યારબાદ શ્રીલંકા થઈને તેમને માર્બલના કન્ટેનરમાં મૂકીને બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરે લાવવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં 7 કરોડ રૂપિયાથી વધુની નકલી ભારતીય ચલણી નોટ ઝડપાઈ, પાકિસ્તાનથી આવી હતી આ નકલી નોટ
Fake Currency

Follow us on

Bangladesh Police Fake Indian Currency Racket: બાંગ્લાદેશ પોલીસે રૂ. 7 કરોડથી વધુની નકલી ભારતીય ચલણી નોટો ઝડપી પાડી છે. આ નોટો પાકિસ્તાનમાં (Pakistan) બનાવવામાં આવી હતી. રાજધાની ઢાકાના એક ઘરમાંથી શનિવારે નકલી નોટો મળી આવી હતી. આ કેસમાં પોલીસે ખિલખેત વિસ્તારમાંથી એક મહિલાની ધરપકડ કરી છે, જેની ઓળખ ફાતિમા અખ્તર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ટીમ દક્ષિણખાન વિસ્તારના એક ઘરમાં ગઈ હતી, જ્યાંથી તેને આ નકલી ભારતીય ચલણી નોટ મળી હતી. આ નોટને ઘરમાં ગુપ્ત જગ્યાએ રાખવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ અબુ તાલિબ તરીકે થઈ છે. ડેમરાના સરુલિયા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. ઢાકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નોટો પાકિસ્તાનમાં બની હતી. ત્યારબાદ શ્રીલંકા (Sri Lanka) થઈને તેમને માર્બલના કન્ટેનરમાં મૂકીને બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરે (Chittagong Port) લાવવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા આરોપી અબુ તાલિબે પોલીસને જણાવ્યું કે તેણે બે પાકિસ્તાની નાગરિકો સુલતાન અને શફીની મદદથી કરન્સીની દાણચોરી કરી હતી. તેમને શ્રીલંકા થઈને બાંગ્લાદેશ લાવવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તાલિબે ફાતિમાને નોટો આપી
પાકિસ્તાની નાગરિકો સુલતાન અને શફી આંતરરાષ્ટ્રીય દાણચોરી ગેંગનો ભાગ હોવાનું કહેવાય છે. આ આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં ફાતિમા અને અબુ પણ સામેલ છે. ઢાકા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ નકલી નોટો (Smuggling of Fake Currency) ફાતિમાને અબુ તાલિબે 23 નવેમ્બરે આપી હતી. ત્યારબાદ ફાતિમાએ નકલી નોટ ભારત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈએ પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા
માહિતી મળ્યા બાદ પોલીસે ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તેઓ ક્યાં જઈ રહ્યા છે તે જોવા માટે તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ હાલમાં આ બાબતની (Fake Indian Currency) તપાસ કરી રહી છે. ખિલખેત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કોણ-કોણ સંડોવાયેલા છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.

 

આ પણ વાંચો : India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

Next Article