Bangladesh: દુર્ગા પૂજા દરમિયાન, તોફાનીઓએ મંદિરો પર કર્યો હુમલો, ત્રણના મોત, અર્ધલશ્કરી દળો કરાયા તહેનાત

|

Oct 14, 2021 | 4:24 PM

બાગ્લાદેશના ચાંદપુરના (Chandpur) હાજીગંજ, ચટ્ટોગ્રામના (Chattogram) બંશખલી અને કોક્સબજારના (Cox’s Bazar) પેકુઆમાં હિન્દુ મંદિરોમાં પણ તોડફોડની ઘટનાઓ નોંધાઈ છે.

Bangladesh: દુર્ગા પૂજા દરમિયાન, તોફાનીઓએ મંદિરો પર કર્યો હુમલો, ત્રણના મોત, અર્ધલશ્કરી દળો કરાયા તહેનાત

Follow us on

બાંગ્લાદેશમાં(Bangladesh) ફરી એકવાર હિન્દુ લઘુમતી સમુદાય (Hindu Community in Bangladesh) ના ધાર્મિક સ્થળોને (Religious Places attacked) નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા ઉજવણી (Durga Puja celebrations) દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા હિન્દુ મંદિરોમાં તોડફોડ (Hindu Temples Vandalised) કરવામાં આવી છે. ત્યારબાદ થયેલા તોફાનોમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આને જોતા સરકારે 22 જિલ્લાઓમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવા પડ્યા છે.

એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર બાગ્લાદેશની રાજધાની ઢાંકાથી લગભગ 100 કિલોમીટર દૂર કુમિલામાં (Cumilla) એક સ્થાનિક મંદિર બુધવારે નિંદાના આરોપો બાદ સોશિયલ મીડિયા પર વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ વહીવટીતંત્ર અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાંદપુરના (Chandpur) હાજીગંજ, ચટ્ટોગ્રામમાં (Chattogram) બંશખલી અને કોક્સબજારના (Cox’s Bazar) પેકુઆ ખાતે હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તોફાનીઓએ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસને નિશાન બનાવી 
ઢાકાના જાણીતા અખબારે અહેવાલ આપ્યો હતો કે એક તબક્કે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી અને ઘણા દુર્ગા પૂજા સ્થળો પર તોફાનો ફાટી નીકળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરતી વખતે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

અન્ય એક અખબારના અહેવાલ મુજબ બુધવારે ચાંદપુરના હાજીગંજ ઉપજીલ્લામાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે બાદમાં બાંગ્લાદેશ પોલીસ રેપિડ એક્શન બટાલિયન (RAB) અને અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના ગુના અને આતંકવાદ વિરોધી એકમને તૈનાત કર્યા હતા.

લોકોને શાંતિ જાળવવા અપીલ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક બાબતોના મંત્રાલયે ઇમરજન્સી નોટિસ બહાર પાડીને લોકોને વિનંતી કરી છે કે કાયદો પોતાના હાથમાં ન લે. નોટીસમાં કોમી સંવાદિતા અને શાંતિ જાળવવાની હાકલનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન હિન્દુ મંદિરો પર થયેલા હુમલા બાદ સરકારે 22 જિલ્લાઓમાં BGBs તૈનાત કર્યા છે. BGB ઓપરેશન્સ ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ ફૈઝુર રહેમાને કહ્યું કે, “ડેપ્યુટી કમિશનરોની વિનંતી પર અને ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ, BGB ના જવાનોને દુર્ગા પૂજા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યુ “સરહદ પર હુમલાઓ સહન કરવામાં નહિ આવે”

Next Article