AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અસીમ મુનીરની સેનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી ! BLA ના કબજામાં 7 પાકિસ્તાની સૈનિકો, 7 દિવસમાં માંગણી ન સંતોષાય તો ‘મોતની સજા’

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સેનાએ શરણાગતિ સ્વીકારી લીધી છે. BLA એ પાકિસ્તાની સૈનિકોને ઘૂંટણિયે પાડીને બંધક બનાવી લીધા છે. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શહબાઝ શરીફ અને અસીમ મુનીરની ભારે ફજેતી થઈ રહી છે.

Breaking News : અસીમ મુનીરની સેનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી ! BLA ના કબજામાં 7 પાકિસ્તાની સૈનિકો, 7 દિવસમાં માંગણી ન સંતોષાય તો 'મોતની સજા'
Image Credit source: X@TBPENGLISH
| Updated on: Feb 15, 2026 | 12:15 PM
Share

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની સેનાએ હાર સ્વીકારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં પાકિસ્તાની સૈનિકો BLA લડવૈયાઓ સામે ઘૂંટણિયે બેસીને શરણાગતિ સ્વીકારતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને કારણે મુનીર અને શહબાઝ શરીફ સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામી થઈ રહી છે. BLA એ 7 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ પાકિસ્તાન સરકારને મોટું અલ્ટીમેટમ આપ્યું છે, જે મુનીર અને શહબાઝની પોકળ ધમકીઓની પોલ ખોલી રહ્યું છે.

7 દિવસનું અલ્ટીમેટમ અને અદલાબદલીની માંગ

પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે પાડ્યા બાદ BLA ના લડવૈયાઓએ પાકિસ્તાન સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA ના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, તાજેતરના એક ઓપરેશન દરમિયાન તેમણે પાકિસ્તાની સેનાના 7 જવાનોને બંધક બનાવ્યા છે, જેમને તેઓ ‘યુદ્ધબંધી’ (Prisoners of War) ગણાવે છે.

BLA એ ચેતવણી આપી છે કે, જો સાત દિવસની અંદર બલૂચ રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ અને બીજા અટકાયતીઓને મુક્ત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આ સૈનિકો પર ‘બલૂચ નેશનલ કોર્ટ’ માં ટ્રાયલ ચલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને સજા આપવામાં આવશે અથવા મારી નાખવામાં આવશે.

બલૂચિસ્તાનમાં આઝાદીનો સંઘર્ષ

આ ઘટના બલૂચિસ્તાનમાં ચાલી રહેલા લાંબા સમયના અલગતાવાદી સંઘર્ષનો એક ભાગ છે, જ્યાં BLA લડવૈયાઓ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરી રહ્યા છે. BLA નો આરોપ છે કે, પાકિસ્તાની સેના બલૂચ લોકો પર અત્યાચાર કરે છે, લોકોને પરાણે ગુમ કરી દે છે અને રાજકીય દમન કરે છે. BLA એ આ સૈનિકોને ‘ઓક્યુપાઈંગ ફોર્સિસ’ (કબજો કરનાર દળો) ગણાવ્યા છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ દાવા પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

સૈનિકોનો વીડિયો વાયરલ: આર્મી ચીફને અપીલ

BLA એ બંધક બનાવેલા પાકિસ્તાની સૈનિકોનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં સૈનિકો તેમના આર્મી ચીફ અસીમ મુનીરને અપીલ કરી રહ્યા છે કે, બલૂચિસ્તાની લડવૈયાઓની તમામ માંગણીઓ સ્વીકારીને તેમને વહેલી તકે છોડાવવામાં આવે.

ભૂતકાળની ઘટના: જાફર એક્સપ્રેસ હાઈજેક

આ અગાઉ 2025 માં પણ BLA એ જાફર એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને બંધક બનાવીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તે સમયે સેનાએ ‘ઓપરેશન ગ્રીન બોલન’ ચલાવીને મુસાફરોને છોડાવ્યા હતા પરંતુ BLA એ દાવો કર્યો હતો કે, તેમણે ઘણા બંધકોને મારી નાખ્યા હતા.

આ નવું અલ્ટીમેટમ બલૂચિસ્તાનમાં તણાવને વધુ વધારી શકે છે. BLA ની આ રણનીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવા અને પાકિસ્તાન પર દબાણ લાવવા માટે માનવામાં આવે છે. જો પાકિસ્તાન સરકાર કોઈ વળતી કાર્યવાહી કરશે, તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Breaking News: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખ્વાજાની કબૂલાત, અમેરિકાએ આપણો ઉપયોગ ટોઈલેટ પેપરની જેમ કર્યો, પૂર્વ શાસકોની ભૂલના પરિણામ ભોગવીએ છીએ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">