બલુચિસ્તાનની બરબાદી માટે ન માત્ર પાકિસ્તાન; ચીન પણ છે એટલુ જ જવાબદાર, દમન ગુજારવામાં નથી છોડી કોઈ કસર
બલૂચિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાની વાત આવે, ત્યારે ચીન, અફઘાનિસ્તાન અને કબિલાની ઓળખ ધરાવતા બલૂચ અને પશ્તુન વિદ્રોહીઓને તેનાથી અલગ કરી શકાય નહીં. આ તમામના હિત બલુચિસ્તાન સાથે જોડાયેલા છે. પાકિસ્તાન માત્ર કાયદો અને વ્યવસ્થા કે પ્રાદેશિક તણાવની વાત કરીને બલુચિસ્તાનની સમસ્યાને હલ કરી શકતું નથી.

તમે શાંતિને સ્વતંત્રતાથી અલગ નથી કરી શક્તા, કારણ કે કોઈપણ વ્યક્તિને આઝાદી ન મળે ત્યાં સુધી તે શાંતિથી જીવી શક્તો નથી. બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેકિંગ અને દાયકાઓથી ચાલી રહેલી હિંસાના સંદર્ભમાં અમેરિકાના માનવાધિકાર કાર્યકર્તા મેલ્કન એક્સનું આ કથન બલુચિસ્તાન પર બરાબર બંધ બેસે છે. “બલુચિસ્તાનમાં દાયકાઓથી શાંતિ નથી કારણ કે અહીંના લોકો સ્વતંત્ર નથી. પાકિસ્તાન 1947થી બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગને દબાવી રહ્યુ છે. આ એ સમયની વાત છે જ્યારે જિન્હાએ બળજબરીથી સેના મોકલી કલાતના નવાબ પાસેથી વિલય પત્ર પર હસ્તાક્ષર કરાવી લીધા હતા. બલોચ ભૂમિમાં બળવાની આગ જ્યારે પાકિસ્તાની શાસકોના નિયંત્રણની બહાર જવા લાગી તો પાકિસ્તાની શાસકો, પાક આર્મી અને ISIએ રોકાણની રણનીતિના પેંતરા શરૂ કર્યા અને તેના આકા ચીનને બોલાવી રોકાણના નામ પર બલુચિસ્તાનનું વિભાજન શરૂ કર્યુ. CPECના નામે અહીંના સંસાધનોની લૂંટ થવા લાગી. CEPC અબજો ડોલરનો સોદો...