બ્રાઝિલમાં બજરંગબલીનો જયજયકાર, રાષ્ટ્રપતિ જેયરે કોરોનો વેક્સિન માટે ભારતનો માન્યો આભાર

ભારતે Brazilને કોરોના રસીના 20 લાખ ડોઝ મોકલ્યા છે. જે બાદ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 12:12 PM, 23 Jan 2021
Brazil President Jair shared a picture of Bajrangbali and thanked India
જેયર બોલ્સોનારોએ આભાર માન્યો

ભારતે મદદ આપવા હાથ લંબાવીને બ્રાઝિલમાં (Brazil) કોરોના રસીના 20 લાખ ડોઝ મોકલ્યા છે. જે હવે ત્યાં પહોંચી ગયા છે. અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, ‘ટ્રસ્ટ ધ ફાર્મસી, ઓફ વર્લ્ડ, ભારતની બનાવેલી કોરોના રસી બ્રાઝિલ પહોચી.’ તે જ સમયે, રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ખુશી વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમજ ટ્વીટમાં તેણે ભગવાન હનુમાનની તસવીર શેર કરી હતી. જેમાં હનુમાનજી સંજીવની બુટિ રૂપે વેક્સિન લઇ જઈ રહ્યા છે. તેમણે આ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ ભારતના લોકો સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

 

કોરોના રસી બ્રાઝિલ પહોંચ્યા બાદ બોલ્સોનારોએ ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું કે “કોરોના સામે યુદ્ધ લડવામાં મદદ કરવા બદલ બ્રાજીલ ભારતનો આભાર માને છે. અમે ભારતનો આભાર માનીએ છીએ.” અને લાગણી વ્યક્ત કરી હિન્દીમાં ‘ધન્યવાદ’ લખ્યું.

બ્રાઝિલ એકમાત્ર દેશ નથી જેણે ભારતે મદદ કરી છે. ભારત સતત તેના ઘણા મિત્ર દેશોની મદદ કરી રહ્યું છે. ભારતે 22 જાન્યુઆરીએ ભુતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સમાં કોવિશિલ્ડના 1.417 કરોડ ડોઝ મોકલ્યા છે.