AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ – ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ તીવ્ર બન્યા છે. દુર્ગા પૂજા પંડાલો પર હુમલા બાદ હવે આ સમુદાયના ઘરો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. કેટલાક મકાનોને આગ લગાડવામાં આવી છે.

મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ - ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે
Bangladesh PM Sheikh Hasina
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:44 AM
Share

Bangladesh PM on Ongoing Violence: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ગૃહ પ્રધાનને તાજેતરમાં હિંસા ભડકાવવા માટે ધર્મનો ઉપયોગ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હસીનાએ લોકોને તથ્યોની તપાસ કર્યા વગર સોશિયલ મીડિયા પર કંઈ પણ વસ્તું પર વિશ્વાસ ન કરવા કહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 50 વર્ષ પહેલા પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીનો વિરોધ કરનારા ઘરેલુ તત્વો હજુ પણ હિંસા ભડકાવવા માટે નફરત ભર્યા ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે.

ગત બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા વધ્યા છે.  અગાઉ દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત રીતે નિંદાજનક પોસ્ટ જોવા મળી હતી. ટોળાએ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશમાં 66 મકાનોને નુકસાન પહોંચાડ્યું અને ઓછામાં ઓછા 20 મકાનોને આગ લગાવી (Attack on Hindus in Bangladesh). ઢાકા ટ્રિબ્યુન અખબારે કેબિનેટ સચિવ ખંડકર અનવરુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી હસીનાએ મંગળવારે સાપ્તાહિક કેબિનેટ બેઠક દરમિયાન ગૃહ પ્રધાન અસદુજજ્માં ખાનને નિર્દેશ આપ્યો હતો કે  તેમની સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવે જેઓએ ધર્મનો ઉપયોગ કરીને હિંસા ભડકાવી  હતી.

ગૃહ મંત્રાલયે સતર્ક રહેવા કહ્યું

વડાપ્રધાને, જેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનથી વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો, તેમણે દેશના લોકોને હકીકતો (Bangladesh Violence Today) તપાસ્યા વગર સોશિયલ મીડિયા પર કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરવા કહ્યું છે. તેમણે ગૃહ મંત્રાલયને સતર્ક રહેવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અલગ અલગ હુમલામાં હિન્દુ સમુદાયના છ લોકો માર્યા ગયા છે, પરંતુ આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. ગૃહ મંત્રીએ કહ્યું, “કોમીલ્લા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય આરોપીઓને ન્યાયના દાયરામાં લાવવા માટે કામ કરી રહ્યું છે.

પીડિતોને સહાયની જાહેરાત

હસીનાએ પીડિતોના પરિવારોને તમામ શક્ય મદદ આપવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન રેખાંકિત કરે છે કે બાંગ્લાદેશ સરકાર આવી ઘટનાઓની નિંદા કરે છે અને હિન્દુ સમુદાય (Hindus in Bangladesh) ની અંદર અને બહારથી આવેલી પ્રતિક્રિયાની ગંભીર નોંધ લે છે. મંત્રાલયે કહ્યું કે સરકારે હિંદુ ધાર્મિક સ્થળો અને મૂર્તિઓના રક્ષણ માટે પોલીસ અને વહીવટીતંત્રની મદદ લઈને તાત્કાલિક પગલાં ભરતા અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા હતા. પોલીસે દેશના વિવિધ ભાગોમાં 450 શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને વધુ શંકાસ્પદોને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.

450 લોકોની કરાઈ ધરપકડ

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 71 કેસ નોંધાયા છે અને 450 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, શાસક અવામી લીગ પાર્ટી તાજેતરની કોમી હિંસા (Bangladesh Violence Latest Update) સામે મંગળવારે દેશભરમાં શાંતિપૂર્ણ રેલીઓ અને શાંતિપૂર્ણ સરઘસો કાઢી રહી છે. અવામી લીગના જનરલ સેક્રેટરી ઓબૈદુલ કાદિરે અહીં એક રેલીમાં કહ્યું, “હિંદુ ભાઈઓ અને બહેનો, ડરશો નહીં. શેખ હસીના અને અવામી લીગ તમારી સાથે છે.

આ પણ વાંચો :  Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે

Follow Us
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
g clip-path="url(#clip0_868_265)">