Earthquake in Indonesia : ભૂસ્ખલનને કારણે 10 લોકોના મોત, 400થી વધુ ઘાયલ, લોકો કાટમાળ નીચે ફસાયા

આ વીડિયોમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતની રાજધાની પડાંગમાં ગભરાયેલા લોકો રસ્તાઓ પર દોડતા જોવા મળે છે. પશ્ચિમ પાસમેનની એક હોસ્પિટલમાં દર્દીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

Earthquake in Indonesia : ભૂસ્ખલનને કારણે 10 લોકોના મોત, 400થી વધુ ઘાયલ, લોકો કાટમાળ નીચે ફસાયા
At least 10 dead in Indonesia earthquake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:43 PM

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપ (Sumatra Island) પર ભૂકંપ આવ્યા બાદ રવિવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. આ ભૂકંપમાં (Earthquake) ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે 400 અન્ય ઘાયલ થયા અને હજારો લોકો વિસ્થાપિત અને બેઘર થયા છે. ડિઝાસ્ટર ઓફિસરે આ જાણકારી આપી. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ધરાશાયી થયેલા મકાનોના કાટમાળમાંથી બચાવકર્મીઓએ શનિવારે મોડી રાત્રે વધુ બે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

તેમણે કહ્યું કે પાસમાન જિલ્લામાં છ અને પડોશી પશ્ચિમ પાસમાન જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. બચાવકર્મીઓ હજુ પણ ચાર ગામવાસીઓને શોધી રહ્યા છે, જેઓ આસપાસની ટેકરીઓ પરથી પડી ગયેલી માટી હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવે છે. મુહરીએ કહ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા 400 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 42ની હાલત ગંભીર છે. ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા મલેશિયા અને સિંગાપોર સુધી અનુભવાયા હતા.

અધિકારીએ જણાવ્યું કે 13,000 થી વધુ લોકો તેમના ઘર છોડીને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ગયા છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ભૂકંપના કારણે 1400થી વધુ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે. એક ટેલિવિઝન વીડિયોમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતની રાજધાની પડાંગમાં ગભરાયેલા લોકો શેરીઓમાંથી દોડી રહ્યા છે. પશ્ચિમ પાસમેનની એક હોસ્પિટલમાં દર્દીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે કાદવ-કીચડના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. મસ્જિદો, શાળાઓ અને ઘણા ઘરોને તેના કારણે નુક્સાન થયુ છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જેના કારણે હંમેશા અહીં ભૂકંપના આંચકા અને સુનામી આવતા રહે છે. આગની રીંગ એક ચાપ જેવી છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો વારંવાર ફરે છે, જે ધરતીકંપનું કારણ બને છે. આ ચાપ જાપાનથી દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિન સુધી વિસ્તરેલી છે. 2004માં ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.1 હતી. તેના કારણે એટલી ભયાનક સુનામી આવી, જેના કારણે દક્ષિણ એશિયામાં 2.2 લાખ લોકોના મોત થયા. એકલા ઈન્ડોનેશિયામાં 1.7 લાખ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો –

Russia Ukraine War: ભારતીય દૂતાવાસ દ્વારા તેના નાગરિકોને અપીલ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, સરહદ ચોકીઓ પર જવાનું ટાળો

આ પણ વાંચો –

Baba Vanga Prediction: શું બાબા વાંગાની બીજી ભવિષ્યવાણી સાચી થશે? રશિયા વિશે આ મોટી વાત કહી હતી

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">