Pakistan: બિલાવલ ભુટ્ટો ભારત પહોંચતા જ શહેબાઝ શરીફે આપ્યું મોટું નિવેદન, જાણો SCO મીટિંગ અંગે શું કહ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે. તેઓ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મોટું નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત પહોંચ્યા કે તરત જ પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે કહ્યું કે, ભારતમાં SCO કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં ભાગ લેવાનો પાકિસ્તાનનો નિર્ણય SCO ચાર્ટર અને બહુપક્ષીયતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાના અમારા સહિયારા મૂલ્યોને આગળ વધારવા અમારી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો: Pakistan: ઈમરાન ખાનની શાહબાઝ સરકારને ખુલ્લી ચેતવણી, વહેલી ચૂંટણી કરવા માગ કરી
બિલાવલ ભુટ્ટો પણ આતુર દેખાયા
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેઓ ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમના દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય SCOના ચાર્ટર પ્રત્યે પાકિસ્તાનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું, કે, હું મિત્ર દેશોના મારા સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચાની રાહ જોઈ રહ્યો છું.
બિલાવલે વીડિયો ટ્વીટ કરીને જાણકારી આપી
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તેમની ભારત મુલાકાત પહેલા ટ્ટિટર પર એક વીડિયો શેર કર્યો છે. બિલાવલ ભુટ્ટોએ ટ્ટીટ કર્યું કે, “હું આજે ભારત જઈ રહ્યો છું. ત્યા SCOની બેઠકમાં ભાગ લઈશ. બેઠકમાં હાજરી આપવાનો મારો નિર્ણય દર્શાવે છે કે, પાકિસ્તાન SCOને કેટલુ મહત્લ આપે છે.” શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક આ વખતે ભારતમાં 4-5 મે 2023ના રોજ યોજાઈ રહી છે. આ બેઠકની સાથે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
Pakistan’s decision to attend SCO Council of Foreign Minister’s meeting in India reflects our commitment to the SCO Charter & multilateralism. We are committed to playing our part to advance our shared values of peace & stability in the region. We are all for win win…
— Shehbaz Sharif (@CMShehbaz) May 4, 2023
એસ જયશંકર આજે 4 મેના રોજ દ્વિપક્ષીય બેઠક કરશે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ગુરુવારે, ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. દરેકનું ધ્યાન 4 મેના રોજ એસ જયશંકરની દ્વિપક્ષીય બેઠકો પર રહેશે. ભારત ચીન સાથે સરહદ-વિવાદ પર ચર્ચા કરી શકે છે. જ્યારે રશિયા અને ભારત વચ્ચે વેપારની ચર્ચા થઈ શકે છે. પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા નિયંત્રણો લાદ્યા છે અને ભારત અને રશિયાના સંબંધો ઘણા સારા છે. આવી સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપનારા મોટા દેશો વચ્ચે વેપાર સંતુલન અંગે પણ ચર્ચા કરી શકે છે.
શું હશે SCO બેઠકનો એજન્ડા
SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે 5 મેના રોજ યોજાનારી બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થવાની આશા છે. તાલિબાન શાસનમાં ત્યાંની સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય ત્યાં આતંકવાદને વેગ આપવાની શક્યતાઓ પર પણ વાતચીત થવાની આશા છે. રશિયા યુક્રેન યુદ્ધની વિકાસશીલ દેશો પર ખરાબ અસર પડી રહી છે. વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ તેના પર ચર્ચા થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાએ હાલમાં જ પોતાની વાત રાખવા માટે SCO મીટિંગનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં, નવી દિલ્હીમાં SCO સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક યોજાઈ હતી. આમાં રશિયાએ ક્વાડ અને AUKUS જેવા બ્લોક્સની ટીકા કરી હતી. આ સાથે તેમણે તાઈવાન પર ચીનની કાર્યવાહીનો પણ બચાવ કર્યો હતો. અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારત પણ ક્વાડમાં છે. તમને જણાવી દઈએ કે રશિયા અને ચીન ક્વાડનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે.