Pakistan: પાકિસ્તાન ARY News ચેનલના CEO અમ્માદ યુસુફની ધરપકડ, દેશદ્રોહનો લાગ્યો આરોપ

|

Aug 11, 2022 | 11:17 AM

પાકિસ્તાન(Pakistan News Channel)ની પ્રખ્યાત ચેનલ એઆરવાય ન્યૂઝના એક વરિષ્ઠ અધિકારીને ઘરમાં ઘૂસીને પાકિસ્તાન પોલીસે ધરપકડ કરી છે. તેની ધરપકડની પુષ્ટિ એઆરવાય ન્યૂઝે જ કરી છે.

Pakistan: પાકિસ્તાન ARY News ચેનલના CEO અમ્માદ યુસુફની ધરપકડ, દેશદ્રોહનો લાગ્યો આરોપ
CEO Ammad Yusuf
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાનની ARY ન્યૂઝ ચેનલ (ARY News Channel)ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પહેલા બુધવારે એઆરવાયએ કહ્યું હતું કે ચેનલ પરના એક કાર્યક્રમમાં વિપક્ષી નેતા શાહબાઝ ગિલના કેટલાક વિવાદાસ્પદ નિવેદનોના પ્રસારણના સંબંધમાં પોલીસે ચેનલના વડાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)અને અન્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાન(Pakistan News Channel)ની પ્રખ્યાત ચેનલ એઆરવાય ન્યૂઝના એક વરિષ્ઠ અધિકારીને ઘરમાં ઘૂસીને પાકિસ્તાન પોલીસે ધરપકડ કરી છે. તેની ધરપકડની પુષ્ટિ એઆરવાય ન્યૂઝે જ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેનલ પર દેશદ્રોહ સંબંધિત સામગ્રી પ્રસારિત કરવામાં આવી હતી, જેના કારણે અમ્માદ યુસુફની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાની ટેલિવિઝન ચેનલ એઆરવાય ન્યૂઝે બુધવારે જણાવ્યું હતું કે સરકારની ટીકા કરવા બદલ અમ્માદની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, માહિતી સામે આવી રહી છે કે ચેનલ પર દેશદ્રોહ સંબંધિત સામગ્રી પ્રસારિત કરવામાં આવી હતી. જેના કારણે અમ્માદની કરાંચી સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ અમ્માદ યુસુફ એઆઈવાય ન્યૂઝનો ઉપપ્રમુખ છે. આપને જણાવી દઈએ કે, ARY ન્યૂઝ ચેનલનું આ નિવેદન ચેનલને પ્રસારિત કરવામાં આવ્યાના થોડા કલાકો બાદ સામે આવ્યું છે.

ચેનલે દાવો કર્યો હતો કે અમ્માદની વોરંટ વગર ધરપકડ કરવામાં આવી હતી. સાદા પોશાકમાં પોલીસ કર્મચારી અમ્માદ યુસુફના ઘરમાં બળજબરીથી ઘૂસેલી દરોડો પાડનાર ટીમે યુસુફના ઘરના સીસીટીવી કેમેરા ડાયવર્ટ કરી દીધા હતા અને મુખ્ય દરવાજાથી ઘરમાં પ્રવેશ્યા હતા. ARY ન્યૂઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાદા કપડામાં પોલીસ અધિકારીઓ બળજબરીથી અમ્મદ યુસુફના ઘરમાં ઘૂસ્યા હતા. યુસુફના ઘરના સીસીટીવી કેમેરા દરોડા પાડનાર ટીમ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.”

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અમ્મદ યુસુક કીની ધરપકડ કરવામાં આવે તે પહેલા પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) દ્વારા ચેનલને નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં ચેનલને બ્લોક કરવામાં આવી હોવાની માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે ચેનલે સરકાર અને સેના વચ્ચે તિરાડ ઊભી કરવાનો અને સશસ્ત્ર દળોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ARY ચેનલના CEOને હવે PEMRA દ્વારા 10 ઓગસ્ટે સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Next Article