પુરાતત્વવિદોએ દાયકાની સૌથી મોટી શોધ કરી, ઇજિપ્તમાં 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર મળ્યું!
ઈજિપ્તની રાજધાની કૈરો નજીક અબુ ગોરાબ શહેરમાં પુરાતત્વવિદોને જૂનું સૂર્ય મંદિર મળ્યું છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ જૂનું છે અને તે લાંબા સમયથી રણમાં દટાયેલું હતું.
પુરાતત્વવિદો (Archaeologists) ઘણીવાર ઇજિપ્ત (Egypt)માં આશ્ચર્યજનક વસ્તુઓ શોધે છે, જે તેના પિરામિડ માટે પ્રખ્યાત છે. હવે પુરાતત્વવિદોએ એક એવી દુર્લભ ચીજ શોધી કાઢી છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જશે. પુરાતત્વવિદો (Egypt Archaeologists)ને રણમાં દટાયેલું 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર (Sun Temple) મળ્યું છે. આ સૂર્ય મંદિર રણમાં ખાણકામ દરમિયાન મળી આવ્યું છે. આ શોધ પછી, પુરાતત્વવિદો એ તપાસ કરી રહ્યા છે કે શું તે સમયે ઇજિપ્તના રણમાં પૂજા થતી હતી?
ઈજિપ્તની રાજધાની કૈરો (Capital Cairo) નજીક અબુ ગોરાબ શહેરમાં પુરાતત્વવિદોને આ જૂનું સૂર્ય મંદિર (Sun Temple found in Egypt) મળ્યું છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ જૂનું છે અને તે લાંબા સમયથી રણમાં દટાયેલું હતું. હવે આ શોધને છેલ્લા કેટલાક દાયકાઓમાં પુરાતત્વવિદોની સૌથી મોટી શોધ તરીકે ગણાવામાં આવી રહી છે.
ઇજિપ્તના પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ પહેલા ઇજિપ્તના ફારુને બનાવ્યું હતું. આ સૂર્ય મંદિર 25મી સદી પૂર્વે બંધાયેલું હોવું જોઈએ. પુરાતત્વવિદોને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્ય મંદિરનો આધાર માટીની ઈંટોથી બનેલો હતો, જે દર્શાવે છે કે આ જગ્યા પર પહેલાથી જ એક ઈમારત હતી.
બીજી બાજુ, રાજાના અંતિમ વિશ્રામ સ્થાન તરીકે આ મંદિરની નજીક પિરામિડ બનાવવામાં આવ્યા હતા જેથી મૃત્યુ પછી, રાજા ફરીથી ભગવાનનું સ્વરૂપ બનીને દુનિયા સામે રહી શકે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે મંદિર માટીની બનેલી ઈંટોથી બનાવવામાં આવ્યું હતું, જેનો બે ફૂટ ઊંડો પાયો ચૂનાના પથ્થરથી બનેલો હતો.
આ અંગે ઇજિપ્તોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુઝોલોએ જણાવ્યું કે અમને ઘણા સમયથી ખ્યાલ હતો કે નુસિરી દ્વારા બનાવવામાં આવેલા અબુ ગોરાબના રણમાં જમીનની નીચે કંઈક છુપાયેલું છે. પરંતુ અમને કલ્પના નહોતી કે અમે ક્યારેય આટલા મોટા પાયે શોધ કરીશું. તેમણે કહ્યું કે હવે અમારી પાસે પૂરતા પુરાવા છે જે ઇજિપ્તના સૂર્ય મંદિરોની કહાની બતાવે છે.