ઓસ્ટ્રેલિયામાં વધુ એક હિંદુ મંદિરને બનાવાયું નિશાન, ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવી તોડફોડ

|

Jan 17, 2023 | 11:26 PM

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં એક અઠવાડિયામાં હિન્દુ મંદિરને નુકસાન થવાની આ ત્રીજી ઘટના છે. સોમવારે વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.તે પહેલા BAPSના મંદિર પણ ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. 

ઓસ્ટ્રેલિયામાં વધુ એક હિંદુ મંદિરને બનાવાયું નિશાન, ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવી તોડફોડ
Australia
Image Credit source: File photo

Follow us on

ઓસ્ટ્રેલિયાથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં એક હિંદુ મંદિર પર ભારત વિરોધી શબ્દો લખીને કથિત રીતે નુકસાન પહોંચાડ્યું છે. આજે મંગળવારે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા સમાચારો પરથી આ માહિતી મળી છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં એક અઠવાડિયામાં હિન્દુ મંદિરને નુકસાન થવાની આ ત્રીજી ઘટના છે. સોમવારે વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. તે પહેલા BAPSના મંદિર પણ ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો.

12 જાન્યુઆરીએ સ્વામિનારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો

હુમલાની નિંદા કરતા, સ્વામિનારાયણ મંદિરે કહ્યું, “અમે આ તોડફોડ અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં અમારું જાહેર કરીશું. તેણે રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે ખાલિસ્તાન ગ્રુપે ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેની પણ પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે ભિંડરાનવાલે ખાલિસ્તાની શીખ રાજ્યના વ્યાપક સમર્થક રહ્યા છે, જે ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતા.

BAPS મંદિર પર હુમલો

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે રોજ સવારે કામ પર જતા પહેલા મંદિરે જાય છે. મંદિર પહોંચ્યા ત્યારે તેમણે મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ લખેલું જોયું. BAPS સ્વામિનારાયણ મંદિરે એક અખબારને જણાવ્યું કે, ‘અમને આઘાત લાગ્યો છે અને તોડફોડ કરવામાં આવી છે.’ ત્યારે પણ ખાલિસ્તાન સમર્થકો પર મંદિર પર આવું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિન્દુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાવાલેને ‘શહીદ’ તરીકે વર્ણવ્યો હતો. હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટ પ્રેસિડેન્ટ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “પૂજાના સ્થળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.”

ભારત જોડો યાત્રાને બંધ કરવા પણ ધમકી

તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકો હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે ખાલિસ્તાન સમર્થક સંગઠને પંજાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી હતી. પંજાબની એક કોલેજની દીવાલો પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવા માટે પણ આવાહન આપવામાં આવ્યું હતું.

Next Article