OMG ! રેસ્ટોરન્ટમાં ગુસ્સે થયેલા ગ્રાહકે મેનેજર પર ફેંકી દીધુ ગરમ સુપ, શોકિંગ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

|

Nov 13, 2021 | 6:55 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક રેસ્ટોરન્ટનો શોકિંગ વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુસ્સે થયેલા એક ગ્રાહકે જે હરકત કરી તે જોઈને તમે પણ ચોંકી જશો.

OMG ! રેસ્ટોરન્ટમાં ગુસ્સે થયેલા ગ્રાહકે મેનેજર પર ફેંકી દીધુ ગરમ સુપ, શોકિંગ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
angry customer throws soup on manager face

Follow us on

Shocking Video : સોશિયલ મીડિયા પર એક રેસ્ટોરન્ટનો વીડિયો આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેસ્ટોરન્ટના મેનેજર (Restaurant manager)સાથે વાત કરતી વખતે એક મહિલા તેના મોં પર ગરમ સૂપ ફેંકી દે છે. આ વીડિયોને 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ગુસ્સામાં ગ્રાહકે કંઈક આવુ કર્યુ…….

તમને જણાવી દઈએ કે, આ ઘટના અમેરિકાના ટેક્સાસથી સામે આવી છે. જ્યાં ટેમ્પલ સિટીમાં એક પ્રખ્યાત મેક્સિકનચેન સોલ ડી રેસ્ટોરન્ટ છે. મળતી માહિતી મુજબ, એક મહિલાએ રેસ્ટોરન્ટમાં (Restaurant)સૂપ પેક કરવાનો ઓર્ડર આપ્યો હતો. રેસ્ટોરન્ટના શેફે મહિલાને સૂપ બનાવીને કન્ટેનરમાં આપ્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સૂપમાં પ્લાસ્ટિકનો ટુકડો છે. અને તે મહિલા મેનેજર જેનેલ બ્રોલેન્ડ સાથે દલીલ કરવા લાગી અને તેણે ગુસ્સામાં મેનેજરના મોંપર જ સુપ (Soup) ફેંકી દીધુ.આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

ઘટના બાદ મેનેજરે કહ્યું કે, ‘હું થોડા સમય માટે આઘાતમાં સરી પડી ગઈ હતી. મને ખૂબ જ દુઃખ થયું, મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે કોઈ મારી સાથે આવી હરકત કરી શકે છે.’ બ્રોલેન્ડ નામની મેનેજરે(Hotel Manager)  હાલ આ મામલે ટેમ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સોશિયલ મીડિયા પર આ શોકિંગ વીડિયો વાયરલ થતા યુઝર્સ આ ગ્રાહકની આકરી ટીકા કરી હતી.

 

આ પણ વાંચો: ગજબ ! આ દુલ્હનને વિદાયથી વધારે ચિંતા છે મેકઅપની, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: કૂતરાએ તો ભારે કરી ! હૂબહૂ સિંહ જેવો દેખાતો કૂતરો બગીચામાં પ્રવેશતા લોકોના હોંશ ઉડી ગયા, જુઓ વાયરલ Video

Next Article