ગજબ ! આ દુલ્હનને વિદાયથી વધારે ચિંતા છે મેકઅપની, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ દુલ્હનનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન તેના મશ્કરાને લઈને પરેશાન થતી જોવા મળે છે.

ગજબ ! આ દુલ્હનને વિદાયથી વધારે ચિંતા છે મેકઅપની, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Bride video goes viral
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 13, 2021 | 3:43 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ (Viral Video)થતા જોવા મળે છે. કેટલાક એવા હોય છે જેને વારંવાર જોવાનુ મન થાય છે. સામાન્ય રીતે લગ્નોમાં (Wedding) વિદાયનો સમય ખૂબ જ ઈમોશનલ હોય છે. પરંતુ કેટલીક દુલ્હન (Bride) એવી હોય છે જેઓ રડવા કરતાં તેના મેકઅપની વધુ ચિંતા કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દુલ્હનની ‘વિદાય’ સૌથી કઠોર લોકોને પણ રડાવી દે છે.આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ દુલ્હને તો ભારે કરી !

લગ્નના વિદાય સમયે તમે દુલ્હનને રડતા જોઈ હશે,પરંતુ શું તમે વિદાય વખતે દુલ્હનને મશ્કરાની ચિંતા કરતા જોઈ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે.વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે, દુલ્હન શણગાર સજી રહી છે,ત્યારે તે મેકઅપ આર્ટિસ્ટને પૂછે છે કે શું તેણે વોટર-પ્રૂફ કાજલનો ઉપયોગ કર્યો છે. બાદમાં દુલ્હન કહે છે,મારે વિદાય સમયે ખુબ જ રડવાનુ છે. તેથી મારો મેકઅપ ખરાબ થવો જોઈએ નહિ. આ દુલ્હનનો અંદાજ યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર World of bride પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રક્રારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે,’આ દુલ્હન ખૂબ જ સુંદર છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ખૂબ જ ક્યૂટ’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘વિદાય સમયે જોઈએ દુલ્હન કેટલુ રડે છે.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: કૂતરાએ તો ભારે કરી ! હૂબહૂ સિંહ જેવો દેખાતો કૂતરો બગીચામાં પ્રવેશતા લોકોના હોંશ ઉડી ગયા, જુઓ વાયરલ Video

આ પણ વાંચો: લગભગ 30 વર્ષથી હોસ્પિટલના ડૉક્ટર્સ અને દર્દીઓ પી રહ્યા હતા ટોયલેટનું પાણી, આ રીતે સામે આવી હકીકત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati