Amritpal Singh હજુ પણ ફરાર, પંજાબની સ્થિતિ પર કેનેડા કેમ રાખી રહ્યું છે નજર?
કેનેડા સરકાર પંજાબની તાજેતરની સ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ એવી માહિતી મળી છે કે અમૃતપાલ સિંહ વેશ બદલીને નેપાળ ભાગી શકે છે. જેને પગલે સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે.
Amritpal Singh News: ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહ અત્યાર સુધી પંજાબ પોલીસની નજરથી બચીને નાસતો ફરી રહ્યો છે. અમૃતપાલ સિંહ નેપાળ થઈને વિદેશ ન જાય તે માટે સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. પંજાબમાં દરેક ખૂણે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હવે કેનેડા પણ પંજાબની આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે અમે પંજાબની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ઈન્ડો-કેનેડિયન સાંસદ ઈકવિન્દર એસ. ગહીરના પ્રશ્નના જવાબમાં મેલાની જોલીએ કહ્યું કે કેનેડાની સરકાર શીખ સમુદાયની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આ સમુદાયના લોકોએ કેનેડા સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ. હાઉસ ઓફ કોમન્સમાં જોલીએ કહ્યું કે પંજાબમાં શું થઈ રહ્યું છે તેના પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અમે પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા વિશે સાંભળ્યું છે, પરંતુ અમને આશા છે કે પંજાબમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
અફવાઓ પર વિશ્વાસ ન કરો – ભારતીય વિદેશ મંત્રાલય
પંજાબની સ્થિતિને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિદેશમાં રહેતા શીખ સમુદાયના લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. જેને માનશો નહીં. ભાગેડું અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે.
ભારત-નેપાળ બોર્ડર પર પોલીસની નજર
તમને જણાવી દઈએ કે ભાગેડું અમૃતપાલ સિંહ પડોશી દેશ નેપાળમાં હોવાની શક્યતા છે. ઉત્તરાખંડના ધારચુલામાં ભારત-નેપાળ બોર્ડર પર SSBના જવાનો એલર્ટ પર છે. ભારત-નેપાળ બોર્ડર પર આવતા-જતા લોકો પર પોલીસ નજર રાખી રહી છે. પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત લગભગ 9 રાજ્યોમાં અમૃતપાલ સિંહની શોધ ચાલી રહી છે. પોલીસ અમૃતપાલને પકડવા માટે સ્થળ પર દરોડા પાડી રહી છે.
આ દરમિયાન અકાલ તખ્તે અમૃતપાલને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે કહ્યું છે કે અમૃતપાલ સિંહે આત્મસમર્પણ કરવું જોઈએ અને પોલીસ તપાસમાં સહયોગ કરવો જોઈએ.