AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાએ, ચીનની કંપનીઓને 60 દિવસમાં દેશ છોડવા કહ્યુ, જાસુસીના વઘતા બનાવને લઈને કર્યો નિર્ણય

અમેરિકાને ચીનની સરકારી માલિકીની 3 સૌથી મોટી કંપનીઓમાંની એક ચાઇના ટેલિકોમ ઉપર જાસૂસી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો હોવાની શંકા છે.

અમેરિકાએ, ચીનની કંપનીઓને 60 દિવસમાં દેશ છોડવા કહ્યુ, જાસુસીના વઘતા બનાવને લઈને કર્યો નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:57 AM
Share

દુનિયાભરમાં ચીન કેટલી હદે જાસૂસીમાં ઘેરાયેલું છે તેનું વધુ એક ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું. અહીં અમેરિકી સુરક્ષા નિયમનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં કામ કરતી ચાઈના ટેલિકોમ કંપનીને 60 દિવસમાં દેશના બજારમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.

ચાઇના ટેલિકોમ (યુએસ) કોર્પને ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી)ના આદેશ હેઠળ નિર્ધારિત સમયગાળામાં યુએસથી સ્થાનિક, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સેવાઓ બંધ કરવી પડશે.

યુએસ ટેલિકોમ રેગ્યુલેટર ‘FCC’ એ દેશભરમાં જાસૂસીના ખતરાને ધ્યાનમાં રાખીને ચાઈના ટેલિકોમના લાઈસન્સ રદ કરી દીધા છે. જ્યારે ચીનની આ કંપનીને આગામી 20 વર્ષ સુધી અમેરિકામાં ટેલિકોમ સેવાઓ આપવાનો અધિકાર હતો.

એફસીસીને ડર છે કે ચીની કંપની યુએસ સંચારને અટકાવવા માટે, ગોપનીય માહિતીનો ઉપયોગ કરીને યુએસ વિરોધી જાસૂસી અને અન્ય હાનિકારક પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકે છે. આ પહેલા ટ્રમ્પ પ્રશાસને પણ ચીની કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ભારતની વાત કરીએ તો, લદ્દાખમાં સર્જાયેલ સૈન્ય ઘર્ષણ બાદ, ચીની કંપનીઓની વિવિધ એપ્સ પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

કંપની વિકલ્પોનો ઉપયોગ કરશે અમેરિકાના નિર્ણય બાદ ચાઈના ટેલિકોમે કહ્યું છે કે FCCનો આ નિર્ણય નિરાશાજનક છે. કંપનીએ કહ્યું કે તેઓ તેમની સેવાઓ ચાલુ રાખવા માટે તમામ ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરશે. માનવામાં આવી રહ્યું છે કે ચીનની કંપનીએ આ મામલે કોર્ટનુ શરણ લેશે. પરંતુ નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ન પર યુએસ કોંગ્રેસ પણ બાઈડન વહીવટીતંત્રને ટેકો આપશે, તેથી ચીનની કંપનીઓનુ કોર્ટમાં જવાનુ પગલુ યોગ્ય નહી હોય.

વિશ્વભરમાં ચાઈનીઝ શેરો ગગડ્યા ચાઈના ટેલિકોમ પર પ્રતિબંધના સમાચાર સામે આવતા જ અમેરિકામાં લિસ્ટેડ ચીની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. આટલું જ નહીં હોંગકોંગમાં ચીની કંપનીઓના શેરને પણ આંચકો લાગ્યો છે. હેંગસેંગ ઈન્ડેક્સ 1 ટકા નીચે હતો. હેંગસેંગ ટેક ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો છે. મોટાભાગની ચીની કંપનીઓ Tencent, Alibaba, JD.com અને XD વગેરેના શેરમાં ઘટાડો થયો છે.

વિશ્વની સૌથી મોટી કંપની વર્ષ 2019 માં, ચાઇના ટેલિકોમના વિશ્વભરમાં 335.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા અને વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ લાઇન અને બ્રોડબેન્ડ ઓપરેટર હોવાનો દાવો કરવામાં આવે છે. તે યુ.એસ.માં ચીનની સરકારી કચેરીઓને પણ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની નજર અમેરિકામાં 4 મિલિયન ચીની અમેરિકન લોકો અને દર વર્ષે 2 મિલિયન પ્રવાસીઓ પર હતી. તેમજ 3 લાખ ચાઈનીઝ વિદ્યાર્થીઓ પણ તેના રડાર પર હતા.

આ પણ વાંચોઃ Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">