AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોનાલ્ડ ટ્રમ્પના સંકેત, 2024માં ફરી લડી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી

US NEWS : કેપિટોલ હિલ હિંસામાં તેમની કથિત સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જાહેર કર્યાના એક દિવસ બાદ તેમનું નિવેદન આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના સંકેત, 2024માં ફરી લડી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 4:09 PM
Share

અમેરિકાના(America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ( President election) લડી શકે છે. શનિવારે, તેમણે સંકેત આપ્યો છે કે તેને ફરીથી આવું કરવું પડી શકે છે. હજારોની ભીડને સંબોધતા ટ્રમ્પે કહ્યું, “મેં બે વાર ચૂંટણી લડી અને બંને વખત જીતી. મેં પહેલી વખત કરતાં બીજી વખત સારું કર્યું. 2016 કરતા 2020માં લાખો વધુ વોટ મળ્યા હતા. હવે, આપણા દેશને ફરીથી સફળ, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બનાવવા માટે, મારે ફરીથી ચૂંટણી લડવી પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પરંતુ પહેલા આપણે આ નવેમ્બરમાં રિપબ્લિકન પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવવી પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું, મારા સાથી નાગરિકો, અમે જે અદ્ભુત યાત્રા પર છીએ તે હમણાં જ શરૂ થઈ છે. 76 વર્ષીય ટ્રમ્પે હજુ પણ 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમના ડેમોક્રેટિક પાર્ટીના હરીફ જો બિડેન સામે હાર માની નથી. તેઓ આ પહેલા પણ ઘણી વખત ચૂંટણી લડવાના સંકેત આપી ચૂક્યા છે, પરંતુ ટ્રેક્સાસમાં શનિવારે તેમના નિવેદનને સૌથી મજબૂત સંકેતો પૈકી એક માનવામાં આવી રહ્યું છે કે તેઓ 2024ની ચૂંટણીમાં લડી શકે છે.

કેપિટોલ હિલ હિંસા માટે સમન્સ જાહેર

કેપિટોલ હિલ હિંસામાં તેમની કથિત સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ તેમનું નિવેદન આવ્યું છે. તેમને શુક્રવારે જુબાની આપવા અને તેમના સમર્થકો દ્વારા યુએસ કેપિટોલ પર 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ થયેલા હુમલાની તપાસ કરતી પ્રતિનિધિ સભાની સમિતિને દસ્તાવેજો પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે 3 નવેમ્બર 2020ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર સ્વીકારી ન હતી અને તેમણે ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પના આ આરોપો વચ્ચે તેમના સમર્થકોએ 6 જાન્યુઆરીએ સંસદ ભવન સંકુલમાં કથિત રીતે હિંસાનો આશરો લીધો હતો. મળતી માહિતી મુજબ આ હિંસામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન લગભગ 80 યુએસ કેપિટોલ પોલીસ અને 60 મેટ્રોપોલિટન પોલીસ વિભાગો સહિત 140 પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">