New Jersey News : આકાશમાંથી 1 માછલી પડી અને અમેરિકાના ન્યુ જર્સીના 2100 ઘરમાં છવાયો અંધારપટ, જાણો શું હતો સમગ્ર મામલો?
New Jersey Power Outage: અમેરિકાના ન્યુ જર્સીમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે (US News) જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે. હકીકતમાં, આકાશમાંથી પડેલી એક માછલીને કારણે હજારો લોકોને થોડા કલાકો સુધી અંધારામાં રહેવું પડ્યું હતું.
અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ન્યુ જર્સીમાં આકાશમાંથી પડી ગયેલી માછલીને કારણે થોડા કલાકો માટે અંધારામાં રહેવાની ફરજ પડી હતી. ખરેખર, એક દરિયાઈ પક્ષી ઓસ્પ્રે માછલીને તેની ચાંચમાં દબાવીને ઉડી રહ્યું હતું. ત્યારે જ માછલી તેની ચાંચ માંથી છૂટી વીજ લાઇન પર પડી. તેના કારણે પાવર ગ્રીડમાં શોર્ટ સર્કિટ (New Jersey Power Outage) અને ન્યૂ જર્સીમાં પાવર ફેલ્યોર થયો.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં વીજ પુરવઠો ખોરવાતા કલાકોની જહેમત બાદ વીજ કંપની પુરવઠો પુન: શરૂ કરવામાં સફળ રહી હતી. જર્સી સેન્ટ્રલ પાવર એન્ડ લાઇટ કંપનીના પ્રવક્તા ક્રિસ હોનિગના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સેરેવિલેમાં એક પક્ષી દ્વારા પકડાયેલી માછલી ટ્રાન્સપોન્ડર પર પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીજ લાઈનોના સંપર્કમાં પ્રાણીઓ આવવાનું એક સામાન્ય કારણ વીજ નિષ્ફળતા છે. જો કે, માછલીઓને કારણે આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
પોલીસ વિભાગે ફેસબુક પર આ ઘટનાની મજાક ઉડાવી
કંપનીએ જણાવ્યું કે 12 ઓગસ્ટના રોજ વીજ કરંટથી લગભગ 2,100 લોકોને અસર થઈ હતી અને તે બે કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો. ત્યારપછી આ ઘટના આખા અમેરિકામાં હેડલાઈન્સમાં છે. અને સાયરેવિલે પોલીસ વિભાગે આ ઘટનાની ફેસબુક પર મજાક ઉડાવી હતી.
આ પણ વાંચો : e-VISA : કયા દેશે ભારતને ઈ-વિઝા સુવિધા આપી છે? જાણો શું છે ઈ-વિઝા અને કેટલા દિવસ રહી શકશો?
પોલીસ વિભાગે પોસ્ટમાં લખ્યું, ‘કૃપા કરીને આ અણસમજુ મૃત્યુમાં પીડિતને ભૂલશો નહીં. ગિલિગન એક મહેનતુ પરિવારનો માણસ હતો. તેઓ હજારો બાળકોના પિતા હતા. પોસ્ટમાં આ કેસ વિશેની માહિતી ધરાવતા કોઈપણને પોલીસ વિભાગ માટે માછલીની બાબતો સંભાળતા કાલ્પનિક વ્યક્તિ જોન સિલ્વરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો