Russia Ukraine War : અમેરિકાએ ફરી યુક્રેનમાં સૈનિકો મોકલવાનો કર્યો ઇનકાર,જાણો શું છે કારણ ?

|

Mar 11, 2022 | 10:17 AM

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ( President Zelenskyy) રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે.

Russia Ukraine War : અમેરિકાએ ફરી યુક્રેનમાં સૈનિકો મોકલવાનો કર્યો ઇનકાર,જાણો શું છે કારણ ?
White House Press Secretary Jen Psaki

Follow us on

Russia Ukraine War :  રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે અને હજુ પણ આ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.આ દરમિયાન વ્હાઇટ હાઉસના (White House) પ્રેસ સચિવ જેન સાકીએ ગુરુવારે જણાવ્યું હતું કે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનમાં સૈનિકો(Ukraine Army)  મોકલવાનો અમેરિકાનો કોઈ ઇરાદો નથી.સાથે તેણે કહ્યું કે અમારો હેતુ વિશ્વ યુદ્ધને કેવી રીતે અટકાવવું તેના પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે,યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે યુક્રેન પરના આક્રમણ અને પ્રસૂતિ હોસ્પિટલ સહિત નાગરિકો પર બોમ્બ ધડાકાને લઈને રશિયા સામે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધોની તપાસ કરવાની હાકલ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કમલા હેરિસે નારાજગી વ્યક્ત કરી

ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ની પૂર્વ પક્ષના સહયોગ માટે વાર્સોમાં હેરિસે પ્રસૂતિ હોસ્પિટલ પર બોમ્બ ધડાકા અને લોહીથી ઢંકાયેલી સગર્ભા સ્ત્રીઓના દ્રશ્યો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચોક્કસપણે આ મામલે તપાસ થવી જોઈએ અને આપણે બધાએ તે જોવું જોઈએ.ઉપરાંત પોલેન્ડના પ્રેસિડેન્ટ એન્ડ્રેજ ડુડાએ પણ આ વાતની હામી ભરી હતી.

બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ( President Zelenskyy) રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે. ANI ના જણાવ્યા અનુસાર, આ કાયદો યુક્રેનની સંસદે 3 માર્ચે પસાર કર્યો હતો. યુક્રેન માત્ર રશિયા વિરુદ્ધ કડક પગલાં નથી લઈ રહ્યું,પરંતુ અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશો પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે.

વધતી કિંમતો માટે અમે જવાબદાર નથી : પુતિન

પુતિને કહ્યું કે રશિયા અને બેલારુસ વિશ્વના બજારોમાં ખાતરોના સૌથી મોટા સપ્લાયર્સમાં સામેલ છે. જો પશ્ચિમી દેશો સમસ્યાઓ ચાલુ રાખશે, તો પહેલેથી જ વધી રહેલા ખાતરના ભાવ વધુ વધશે. તમને જણાવી દઈએ કે,રશિયા વાર્ષિક 50 મિલિયન ટન ખાતરનું ઉત્પાદન કરે છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના લગભગ 13 ટકા છે.

 

આ પણ વાંચો : અમેરિકામાં મોંઘવારીનો દર નવા રેકોર્ડ સ્તરે, ફેબ્રુઆરીમાં 7.9% પર પહોચી મોંઘવારી

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં રશિયાની સંપત્તિ થઈ શકે છે જપ્ત, ઝેલેન્સકીએ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર

Next Article