Russia-Ukraine War: યુક્રેનમાં રશિયાની સંપત્તિ થઈ શકે છે જપ્ત, ઝેલેન્સકીએ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર

રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે.

Russia-Ukraine War: યુક્રેનમાં રશિયાની સંપત્તિ  થઈ શકે છે જપ્ત, ઝેલેન્સકીએ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર
Ukraine President Zelenskyy (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:20 AM

Russia-Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine Crisis)બે અઠવાડિયા થઈ ગયા છે. હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુક્રેન (Ukraine)  સામેના તેના અભિયાનને વધુ તીવ્ર બનાવતા, રશિયાએ મેરીયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે.

 ઝેલેન્સકીના રશિયા સામે કડક પગલાં

સાથે જ યુક્રેન પણ રશિયા સામે ઝૂકવાના મૂડમાં નથી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને (Russian property )વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આ કાયદો યુક્રેનની સંસદે 3 માર્ચે પસાર કર્યો હતો. યુક્રેન માત્ર રશિયા વિરુદ્ધ કડક પગલાં નથી લઈ રહ્યું, પરંતુ અમેરિકા સહિત ઘણા યુરોપિયન દેશો પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ દરમિયાન રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે જો પશ્ચિમી દેશો રશિયાની મુશ્કેલીઓમાં વધારો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક ખાતરની કિંમતો વધુ વધી શકે છે.

વધતી કિંમતો માટે અમે જવાબદાર નથી : પુતિન

પુતિને કહ્યું કે રશિયા અને બેલારુસ વિશ્વના બજારોમાં ખાતરોના સૌથી મોટા સપ્લાયર્સમાં સામેલ છે. જો પશ્ચિમી દેશો સમસ્યાઓ ચાલુ રાખશે, તો પહેલેથી જ વધી રહેલા ખાતરના ભાવ વધુ વધશે. તમને જણાવી દઈએ કે,રશિયા વાર્ષિક 50 મિલિયન ટન ખાતરનું ઉત્પાદન કરે છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના લગભગ 13 ટકા છે.

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેઓ માને છે કે પશ્ચિમી દેશો ભાવ વધારા માટે રશિયાને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. TASS સમાચાર એજન્સીએ પુતિનને ટાંકીને કહ્યું કે EU દેશોમાં કિંમતો વધી રહી છે, પરંતુ અમારી ભૂલથી નહીં. આ તેમની પોતાની ભૂલનું પરિણામ છે. આ માટે અમને દોષ ન આપવો જોઈએ.

આ પણ વાંચો : Russia Ukraine war: બ્રિટન મોકલશે યુક્રેનને હથિયારની સહાય, રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ

g clip-path="url(#clip0_868_265)">