શું એલિયન પૃથ્વીનો સંપર્ક કરી રહ્યા છે ? અવકાશમાંથી મળ્યા 1863 રેડિયો સિગ્નલ

|

Sep 25, 2022 | 10:28 PM

Alien contacted our world : વૈજ્ઞાનિકો વર્ષોથી એલિયન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેમાં જોઈ તેવી સફળતા નથી મળી. હાલમાં જણાવા મળી રહ્યુ છે કે, એલિયન દ્વારા આપણી દુનિયા સાથે સંપર્ક કર્યો છે.

શું એલિયન પૃથ્વીનો સંપર્ક કરી રહ્યા છે ? અવકાશમાંથી મળ્યા 1863 રેડિયો સિગ્નલ
Alien contacted our world
Image Credit source: File photo

Follow us on

Shocking News : આપણી દુનિયા અને અવકાશ રહસ્યોથી ભરપૂર છે. રોજ નવા અભ્યાસો અને શોધ પરથી આવા રહસ્યોની માહિતી જાણવા મળે છે. વૈજ્ઞાનિકો વર્ષોથી એલિયન (Alien) સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેમાં જોઈ તેવી સફળતા નથી મળી. હાલમાં જાણવા મળી રહ્યુ છે કે, એલિયન દ્વારા આપણી દુનિયા સાથે સંપર્ક કર્યો છે. વૈજ્ઞાનિકોને અવકાશના એક ખૂણામાંથી સતત સિગ્નલ મળી રહ્યા છે. તે એક પ્રકારના રેડિયો સિગ્નલ છે. મળતી માહિતી અનુસાર, લગભગ 82 કલાકમાં 1863 સિગ્નલ મળ્યા છે.વૈજ્ઞાનિકો દ્વારા રેડિયો ટેલિસ્કોપથી 91 કલાકથી તેના પર નજર રાખવામાં આવી રહી છે.

Science Alert અનુસાર, અવકાશમાં આવી રહેલા આ રેડિયો સિગ્નલને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આ રેડિયો સિગ્નલ સામાન્ય ફાસ્ટ રેડિયો બર્સ્ટથી અલગ છે. આ સિગ્નલ પૃથ્વીથી ખુબ દૂરની એક ગેલેક્સીથી આવી રહ્યા છે. જે જગ્યાથી આ સિગ્નલ સતત આવી રહ્યા છે તેનું નામ પણ વૈજ્ઞાનિકો એ જણાવ્યુ છે. તેનું નામ છે FRB 20201124A.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અવકાશમાંથી મળી રહ્યા છે રેડિયો સિગ્નલ

 

આ દેશના રેડિયો ટેલિસ્કોપથી પકડાયા સિગ્નલ

અવકાશથી આવતા રેડિયો સિગ્નલ માટે દુનિયાના અલગ અલગ દેશોમાં રેડિયો એન્ટેના લગાવાવામાં આવ્યા છે. જેની મદદથી આવા રેડિયો સિગ્નલથી પકડવામાં આવ્યા છે. આ રેડિયો સિગ્નલ ચીનના ફાઈવ હન્ડ્રેડ મીટર અપર્ચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપથી પકડવામાં આવ્યા છે. ચીનની પેકિંગ યુનિવર્સિટી આ સિગ્નલ પર અભ્યાસ કરી રહી છે.

આ રેડિયો સિગ્નલને જોઈ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા હતા. આ સિગ્નલ પર અભ્યાસ કરવા માટે અમેરિકા અને ચીનના વૈજ્ઞાનિકો એક સાથે થયા છે. તેમને અલગ અલગ વેવલેન્થના રેડિયો સિગ્નલ મળ્યા છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે ,તેમાં એલિયન દ્વારા કોઈ મેસેજ તો મોકલવામાં આવ્યો નથી ને. તેને સમજવું ખરેખર મુશ્કેલ છે.

આ રેડિયો સિગ્નલ અંગેની રસપ્રદ વાત

અવકાશમાંથી મળી રહેલા આ રેડિયો બર્સ્ટ 0.2થી 3 સેકેન્ડના અંતરે મળી રહ્યા છે. આ રેડિયો બર્સ્ટની ઉર્જા 50 કરોડ સૂર્યની ઉર્જા બરાબર છે. આવા ફાસ્ટ રેડિયો બર્સ્ટની શોધ 15 વર્ષ પહેલા થઈ હતી. વર્ષ 2020માં આપણી આકાશ ગંગામાંથી પણ એક ફાસ્ટ રેડિયો બર્સ્ટ મળ્યો હતો. પણ હાલમાં અવકાશમાં દૂરથી લગભગ 82 કલાકમાં 1863 સિગ્નલ મળ્યા છે. જેના પર વૈજ્ઞાનિકો અભ્યાસ કરીને સાચી માહિતી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

Next Article