Air-One Vertiport: ઈંગ્લેન્ડમાં ખુલ્યું વિશ્વનું પ્રથમ ‘વર્ટિપોર્ટ’, જાણો અન્ય એરપોર્ટથી આટલું અલગ કેમ છે?
World first VERTIPORT opens: ઇંગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરમાં વિશ્વનું પ્રથમ વર્ટિકલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. તેને અર્બન એર વન વર્ટીપોર્ટ નામ આપવામાં આવ્યું છે. આ વર્ટિકલ એરપોર્ટ કેટલું અલગ છે, અહીં કેવા પ્રકારની સુવિધાઓ મળશે? જાણો આ સવાલોના જવાબ...
ઇંગ્લેન્ડના (England) કોવેન્ટ્રી શહેરમાં વિશ્વનું પ્રથમ વર્ટિકલ એરપોર્ટ (Vertical Airport) બનાવવામાં આવ્યું છે. તેને અર્બન એર વન વર્ટીપોર્ટ (Vertiport) નામ આપવામાં આવ્યું છે. આ શહેરી એરપોર્ટના સ્થાપક રિકી સંધુ કહે છે કે, જેમ કાર માટે રસ્તાઓ છે, ટ્રેન માટે ટ્રેક છે અને પ્લેન માટે એરપોર્ટ છે, તેમ ફ્લાઈંગ કાર, (Flying car) ટેક્સી અને ઈ-વેટોલ માટે વર્ટીપોર્ટ છે. ભવિષ્યમાં, વિશ્વભરમાં આવા વર્ટિપોર્ટ્સની સંખ્યામાં વધારો થશે. 2027 સુધીમાં વિશ્વભરમાં આવા 200 વર્ટિકલ એરપોર્ટ બનાવવામાં આવશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આનો ઉપયોગ લોકોની અવરજવર અને સામાનની ડિલિવરી વધુ સારી અને ઝડપી બનાવવા માટે કરવામાં આવશે.
વર્ટિકલ એરપોર્ટ ‘વર્ટિપોર્ટ’ કેટલું અલગ છે, અહીં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે અને તેને બનાવવા માટે ઈંગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરને શા માટે પસંદ કરવામાં આવ્યું છે?
વર્ટીપોર્ટ કેટલો ખાસ છે?
તે અન્ય એરપોર્ટથી અલગ છે જ્યાં રનવેનો ઉપયોગ ટેકઓફ અને લેન્ડિંગ માટે થાય છે. વર્ટીપોર્ટ સામાન્ય રીતે એરપોર્ટ માટે જરૂરી હોય તેના કરતા ઓછા વિસ્તારમાં બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ફ્લાઈંગ ટેક્સી, ફ્લાઈંગ કાર, ડ્રોન માટે કરવામાં આવશે. આ બધા ઉડવા માટે એરપોર્ટની જેમ એક કેન્દ્રિય બિંદુ બનાવવામાં આવ્યું છે, જેને વર્ટીપોર્ટ કહેવામાં આવે છે. આ એરપોર્ટમાં આ તમામ વસ્તુઓનું લેન્ડિંગ વર્ટિકલ હશે. એટલે કે ડ્રોન હોય કે એર ટેક્સી, બધા ઉપરથી નીચે સુધી સીધા જ લેન્ડ થશે. તેથી રન-વેની જરૂર રહેશે નહીં.
ફાઉન્ડર રિકી સંધુનું કહેવું છે કે, આ એર વન વર્ટીપોર્ટનું ઓપનિંગ અલગ છે. તેની મદદથી પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ આવશે. કાર્બન ઉત્સર્જન વધશે, શહેરો વચ્ચે ટ્રાફિક જામ નહીં થાય અને કનેક્ટિવિટીને વેગ મળશે. લોકો પહેલા કરતા વધુ આરામથી મુસાફરી કરી શકશે. ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, આ વર્ટીપોર્ટ બનાવવાની જાહેરાત ગયા વર્ષે ઓક્ટોબરમાં કરવામાં આવી હતી. તેને 25 એપ્રિલે સત્તાવાર રીતે ખોલવામાં આવ્યું છે.
તેને બનાવવા માટે કોવેન્ટ્રી શહેર શા માટે પસંદ કરવામાં આવ્યું?
એર વન વર્ટીપોર્ટ કોવેન્ટ્રી શહેરમાં બનાવવામાં આવ્યું છે કારણ કે તે ઈંગ્લેન્ડના મધ્યમાં છે અને અહીંથી અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી વધુ સારી અને સરળ બનશે. અહીંથી: મોટાભાગના અન્ય શહેરો 4 કલાક દૂર છે. 2027 સુધીમાં જ્યાં આવા વર્ટીપોર્ટ્સ બનાવવાના છે તેમાં વેસ્ટ મિડલેન્ડ, લંડન, લોસ એન્જલસ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને દક્ષિણપૂર્વ એશિયાનો સમાવેશ થાય છે.
બેડ આકારનું ડ્રોન ઉડાડવામાં આવ્યું
સોમવારે તેના ઉદઘાટન પ્રસંગે બેડ સાઈઝનું ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. તે મેલોય એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત શહેરી વિસ્તારમાં આટલી મોટી સાઇઝનું ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. વર્ટીપોર્ટ પર પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે. ઉદાહરણ તરીકે, ઉડતી ટેક્સીઓ, માલ પહોંચાડવા માટે ડિલિવરી ડ્રોન, આપત્તિ કટોકટી વ્યવસ્થાપન અને સંરક્ષણ સંબંધિત વસ્તુઓ.
આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો