Corona latest Update: ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક કેસ મળ્યા બાદ લોકડાઉન, છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ

|

Aug 17, 2021 | 7:35 PM

 વડાપ્રધાને કહ્યું કે સંક્રમિત વ્યક્તિ ઓકલેન્ડનો છે અને તેણે કોરોમંડેલની મુલાકાત લીધી હતી. આ બંને સ્થળોએ સંપૂર્ણ લોકડાઉન સાત દિવસ માટે લાગુ રહેશે. દેશના બાકીના ભાગોમાં, લોકડાઉન માત્ર ત્રણ દિવસ માટે લાગુ કરવામાં આવશે.  એક તરફ આરોગ્ય અધિકારીઓ સંક્રમણનો સોર્સ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.  

Corona latest Update: ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક કેસ મળ્યા બાદ લોકડાઉન, છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona latest Update:  મંગળવારે એક મોટો નિર્ણય લેતા, ન્યૂઝીલેન્ડ (New Zealand) સરકારે ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે દેશભરમાં કડક લોકડાઉન (Lockdown) લાગુ કર્યું.  દેશમાં છ મહિના પ્રથમ વખત, કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને ((Jacinda Ardern) મહામારીને સમાપ્ત કરવા માટે લોકોને મદદની અપીલ કરી છે. અર્ડર્ને કહ્યુ કે આપણે જોયુ છે કે અન્ય જગ્યાઓ પર શું થયુ છે જો કોરોનાનો સામનો કરવામાં ન આવે તો. અમારી પાસે માત્ર એક ચાન્સ છે.

વડાપ્રધાને કહ્યું કે સંક્રમિત વ્યક્તિ ઓકલેન્ડનો છે અને તેણે કોરોમંડેલની મુલાકાત લીધી હતી. આ બંને સ્થળોએ સંપૂર્ણ લોકડાઉન સાત દિવસ માટે લાગુ રહેશે. દેશના બાકીના ભાગોમાં, લોકડાઉન માત્ર ત્રણ દિવસ માટે લાગુ કરવામાં આવશે.  એક તરફ આરોગ્ય અધિકારીઓ સંક્રમણનો સોર્સ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, લોકડાઉન જાહેર થતાં જ લોકો સુપરમાર્કેટોની બહાર આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે લાંબી કતારો લાગી છે.

છેલ્લે ફેબ્રુઆરીમાં મળ્યો કોરોના કેસ 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં એક વ્યક્તિ કોવિડ -19થી સંક્રમિત જોવા મળ્યો. આ રીતે, ન્યૂઝીલેન્ડમાં કોવિડ -19 નો પહેલો કેસ છ મહિના પછી સામે આવ્યો.  દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડના કેસ અને તેની સીમા અથવા આઇસોલેશન સાથેના સંબંધ વિશે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.  આ વ્યક્તિને કેવી રીતે સંક્રમિત થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લી વખત ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કેસ નોંધાયો હતો.

ઓકલેન્ડનું સ્થાનિક પબ્લિક યૂનિટ સંક્રમિત વ્યક્તિનો ઈન્ટરવ્યુ લઈ રહ્યું છે, જેથી તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થઈ શકે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જે પણ ઓકલેન્ડમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે અથવા જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન નથી કરી શકી રહ્યા તેઓએ સાવચેતી તરીકે માસ્ક પહેરવાની જરૂર છે.

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના કારણે માત્ર 26 લોકોના મોત  

કોરોનાવાયરસ મહામારી પર ન્યુઝીલેન્ડના કડક વલણને કારણે,  વાયરસને સ્થાનિક સ્તરે ફેલાતો અટકાવી દેવામાં આવ્યો છે.   જો કે, આંતરરાષ્ટ્રીય સરહદો મોટા પ્રમાણમાં બંધ કરવામાં આવી છે. અત્યાર સુધી, ન્યૂઝીલેન્ડમાં લગભગ 2500 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે અને વાયરસના  કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચોAfghanistan War Latest Update: અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભારતીય રાજદૂતે ત્યાંની પરિસ્થિતિ જણાવી, કહ્યું કે ફસાયેલા ભારતીયોને ભુલ્યા નથી

આ પણ વાંચોઅફઘાનિસ્તાનમાં મહિલાઓના હાલનો અંદાજો આપતી તસવીર થઇ વાયરલ, જોઇને તમે પણ વિચારતા થઇ જશો

Next Article