અફઘાનિસ્તાનમાં મહિલાઓના હાલનો અંદાજો આપતી તસવીર થઇ વાયરલ, જોઇને તમે પણ વિચારતા થઇ જશો

2002 માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનને કબજામાં લીધુ હતુ ત્યારે તેમણે મહિલાઓ પર કરેલા અત્યાચારોની વાત કરીએ તો આજે પણ રૂવાંડા ઉભા થઇ જાય છે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓના હાલનો અંદાજો આપતી તસવીર થઇ વાયરલ, જોઇને તમે પણ વિચારતા થઇ જશો
A picture of the current situation of women in Afghanistan has gone viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 4:35 PM

અફઘાનિસ્તાનમાંથી અમેરીકાએ પોતાનું સૈન્ય પાછુ બોલાવી લેતા તાલિબાનીઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનની આર્મીએ પહેલા જ તાલિબાનીઓ સામે હાર માની લીધી છે. અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પહેલા જ દેશ છોડીને જઇ ચૂક્યા છે. પરંતુ પાછળ રહી ગઇ છે અફઘાનિસ્તાનની એ પ્રજા કે જેમને પોતાની સરકાર પર ભરોસો હતો.

સદીઓથી વૉર ઝોનમાં રહેતા હોવા છતાં એ દેશપ્રેમ હતો કે જેને કારણે તેઓ અફઘાનિસ્તાનમાં રહી રહ્યા હતા અને બદલાવ લાવવા માંગતા હતા, પરંતુ વૈશ્વિક રાજકારણે તેમનો ભોગ લઇ લીધો. આતંકવાદીઓની સામે અફઘાની નાગરીકો આજે લાચાર બન્યા છે અને સમગ્ર દુનિયા ચુપચાપ બધુ જોઇ રહી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જ્યારથી તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર હ્રદયધ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાંના લોકો વચ્ચે ડરનો એ માહોલ છે કે જેના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કઇં પણ કરી જવા માટે તૈયાર છે. પરંતુ હમણાં સૌથી વધુ જોખમ મહિલાઓ અને બાળકીઓ પર છે.

પહેલા પણ દુનિયા અફઘાનિસ્તાનની મહિલાઓને લઇને ચિંતા વ્યક્ત કરી ચુકી છે. તાલિબાનીઓને મહિલા વિરોધી માનવામાં આવે છે તેવામાં તાલિબાની રાજમાં આ મહિલાઓના હાલ શું થઇ શકે છે તે વિચારીને જ હ્રદય કંપી ઉઠે.

દુનિયાભરમાં અફઘાની મહિલાઓની ચિંતા વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને અંદાજો આવશે કે આ આતંકવાદીઓને મહિલાઓ પ્રત્યે કેટલી નફરત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરોમાં જોવા મળે છે કે તાલિબાનીઓ દીવાલ પર લાગેલા મહિલાઓના પોસ્ટર્સને ઢાંકી રહી છે.

ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલી એક તસવીરમાં કાબુલના એક શો રૂમની બહાર મહિલાનું પોસ્ટર લાગેલુ છે જેને પેઇન્ટથી ઢાંકવાનો પ્રયત્ન કરતો એક પુરુષ જોવા મળી રહ્યો છે. 2002 માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનને કબજામાં લીધુ હતુ ત્યારે તેમણે મહિલાઓ પર કરેલા અત્યાચારોની વાત કરીએ તો આજે પણ રૂવાંડા ઉભા થઇ જાય છે.

કાબુલમાં કેટલીક જગ્યાએ પોસ્ટરોને કાળા રંગના પેઇન્ટથી ઢાકી દેવાયા છે. બેંક અને ખાનગી કંપનીઓમાં કામ કરતી મહિલાઓને તેઓ જણાવી રહ્યા છે કે તેઓ ઘરે જતા રહે અને બીજી વાર અહીં ન આવે. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે આવનાર સમયમાં તાલિબાનીઓ મહિલાઓને શું હાલ કરશે અને તેમના પર કેવા અત્યાચાર કરવામાં આવશે.

આ પણ વાંચો –

Afghan એરફોર્સની પહેલી મહિલા પાયલટ, તાલિબાનીઓની ધમકી બાદ પણ ડરી નહીં અને ઉડાવ્યુ એરક્રાફ્ટ

આ પણ વાચો – 

અફઘાનિસ્તાનની મહિલાઓનો વીડિયો વાયરલ, આ વીડિયો જોઈ લોકો થઇ રહ્યા છે ઉદાસ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">