ભારતની નારાજગી બાદ આખરે શ્રીલંકાએ ચીનને કહ્યુ ‘રુક જાવ’

|

Aug 07, 2022 | 6:51 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુઆન વાંગ-5 એક શક્તિશાળી ટ્રેકિંગ શિપ છે. આ જહાજ 750 કિમી દૂર સુધી સરળતાથી નજર રાખી શકે છે.

ભારતની નારાજગી બાદ આખરે શ્રીલંકાએ ચીનને કહ્યુ રુક જાવ
Yuan Wang china ship

Follow us on

ભારતની નારાજગી પછી, શ્રીલંકાએ શનિવારે (6 ઓગસ્ટ, 2022) ચીનના જાસૂસી જહાજને શ્રીલંકાના બંદરે પ્રવેશતા અટકાવ્યું હતું. શ્રીલંકાની (Sri Lanka) સરકારે ચીનને (china) તેના સ્પેસ-સેટેલાઇટ ટ્રેકર જહાજ યુઆન વાંગ (Yuan Wang Ship) ની હમ્બનટોટા બંદર પર લાગરવાના મુદ્દે જ્યાં સુધી બંને સરકારો વચ્ચે વાતચીત ન થાય ત્યાં સુધી મુલતવી રાખવા કહ્યું છે. ચીની જાસૂસી જહાજ 11 ઓગસ્ટે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ઇંધણ ભરવાનું હતું અને 17 ઓગસ્ટે રવાના થવાનું હતું. મરીન ટ્રાફિક વેબસાઈટ અનુસાર, આ જહાજ હાલમાં દક્ષિણ જાપાન અને તાઈવાનના ઉત્તરપૂર્વ વચ્ચે પૂર્વ ચીન સમુદ્રમાં છે.

જહાજ સપ્ટેમ્બર 2007 થી કાર્યરત

યુઆન એ વાંગ શ્રેણીનું આ ટેકનોલોજી યુક્ત ટ્રેકિંગ જહાજ છે, જે 29 સપ્ટેમ્બર, 2007ના રોજ સેવામાં દાખલ થયું હતું અને ચીનની 708 સંશોધન સંસ્થા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેને સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ તેને અવકાશ અને ઉપગ્રહ ટ્રેકિંગ માટે અને આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણમાં ચોક્કસ ઉપયોગો સાથે નિયમનમાં લઈ શકાય છે.

શ્રીલંકાની સરકારને ભારતે કરી હકી ફરિયાદ

કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીને ચિંતા હતી કે જહાજનો ઉપયોગ તેની હિલચાલની જાસૂસી કરવા માટે કરવામાં આવશે અને તેણે કોલંબોમાં ફરિયાદ નોંધાવી હતી. ભારત તેના દક્ષિણ પાડોશી શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવને લઈને ચિંતા છે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે “ભારતની સુરક્ષા અને આર્થિક હિતો પર કોઈપણ અસરની નજીકથી દેખરેખ રાખશે અને તમામ જરૂરી સુરક્ષા પગલાં લેશે”.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુઆન વાંગ-5 એક શક્તિશાળી ટ્રેકિંગ શિપ છે. આ જહાજ 750 કિમી દૂર સુધી સરળતાથી નજર રાખી શકે છે. જહાજ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને અનેક સેન્સરથી સજ્જ છે. આ જહાજમાં હાઇટેક ઇવડ્રોપિંગ ઇક્વિપમેન્ટ ફીટ કરવામાં આવ્યા છે. એટલે કે, ઇવડ્રોપિંગ ઉપકરણો અસ્તિત્વમાં છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં શ્રીલંકાએ દેવું ન ચૂકવવા બદલ દક્ષિણમાં સ્થિત હમ્બનટોટા બંદર ચીનને 99 વર્ષના લીઝ પર સોંપ્યું હતું.

Next Article