દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડીને ગાયબ

દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા બિંત અલ હુસૈને કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડી દીધુ છે. હુસૈન પોતાના બંને બાળકો સાથે UAE છોડી ચૂકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો સાથે એવી પણ માહિતી સામે આવે છે કે, જર્મનના રાજનૈતિક લોકોએ હુસૈને દુબઈથી બહાર નીકળવામાં મદદ કરી છે. જેથી દુબઈ અને […]

દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડીને ગાયબ
TV9 Webdesk12

|

Jul 01, 2019 | 3:15 AM

દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા બિંત અલ હુસૈને કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડી દીધુ છે. હુસૈન પોતાના બંને બાળકો સાથે UAE છોડી ચૂકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો સાથે એવી પણ માહિતી સામે આવે છે કે, જર્મનના રાજનૈતિક લોકોએ હુસૈને દુબઈથી બહાર નીકળવામાં મદદ કરી છે. જેથી દુબઈ અને જર્મન વચ્ચે કૂટનીતિક સંકટ ઉભું થઈ શકે છે. તો હાલમાં એવુ માનવામાં આવી રહ્યું છે કે, UAEના PM અને વાઈસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મખ્તૂમની પત્ની લંડનમાં છે.

આ પણ વાંચોઃ અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, લોકોની કંઈક આવી છે પ્રતિક્રિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હયા બિંત અલ હુસૈન જોર્ડનના કિંગ અબદુલ્લાની સોતેલી બહેન છે. આ પહેલા હુસૈન જર્મન પણ ભાગ ચૂક્યા છે. અને ત્યાં તેમણે રાજનીતિક શરણની માગણી કરી હતી. તો હવે તે પોતાના પતિથી તલાકની માગણી કરી રહી છે સાથે એવુ પણ માનવામાં આવે છે કે પોતાની સાથે 3.1 કરોડ પાઉન્ડ પણ સાથે રાખીને નવી શરૂઆત કરવા માગે છે.

આ વાતનો પ્રથમ ખુલાસો 20 મે પછીથી થવાની શરૂઆત થઈ હતી. ઓક્સફર્ડની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હુસૈન 20 મે પછી સોશિયલ મીડિયા અને પબ્લિક લાઈફથી ગાયબ થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં હુસૈનના કરેલા સામાજિક કાર્યોના ફોટો પણ જોવા મળતા નથી. તો ફેબ્રુઆરી બાદથી તેઓ સોશિયલ મીડિયામાં એક્ટીવ પણ રહ્યા નથી.

અરબ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્મન સરકારને UAEના પત્નીને પાછા મોકવાનો ઈનકાર કરી દીધો છે. તો આ વચ્ચે એક બીજી ઘટનાની પણ ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. UAEના આ જ PMની દીકરી લતીફાએ પણ પોતાના પિતાથી ભાગવાની કોશિશ કરી હતી. જો કે તેને ભારતીય સમુદ્ર સીમાની નજીક એક હોડીમાંથી પકડવામાં આવી હતી. જે બાદ તે નજર આવી નથી. અંદાજો એવો લગાવવામાં આવે છે કે, તે ફરી UAE જતી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati