AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban Government: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવા માટે તૈયાર, કેબિનેટ બેઠકમાં જાણો કોને મળશે મોટી જવાબદારી

Taliban Government: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાન અહીં પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે. દેશમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલી વાટાઘાટો સમાપ્ત થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં કેબિનેટની જાહેરાત થઈ શકે છે.

Taliban Government: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવા માટે તૈયાર, કેબિનેટ બેઠકમાં જાણો કોને મળશે મોટી જવાબદારી
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 8:47 PM
Share

Taliban Government Cabinet: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબ્જો કર્યા બાદ ટૂંક સમયમાં નવી સરકાર અને કેબિનેટ મંત્રીઓના નામની જાહેરાત કરી શકે છે. એક અધિકારીએ કહ્યું કે તાલિબાન અને અન્ય અફઘાન નેતાઓ સંગઠનના ટોચના આધ્યાત્મિક નેતાના નેતૃત્વમાં નવી સરકાર અને મંત્રીમંડળની રચના અંગે “સર્વસંમતિ” પર પહોંચી ગયા છે અને થોડા દિવસોમાં તેની જાહેરાત પણ કરી શકે છે.

તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય બિલાલ કરીમીએ કહ્યું કે સંસ્થાના સર્વોચ્ચ કમાન્ડર હૈબતુલ્લા અખુંદઝાદા(Haibatullah Akhundzada) કોઈપણ પરિષદના ટોચના નેતા હશે.

અખુંદઝાદાના ત્રણ નાયબમાંથી એક અને તાલિબાનનો જાણીતો ચહેરો મુલ્લા અબ્દુલ ગની બરાદર (Mullah Abdul Ghani Baradar) સરકારના દૈનિક બાબતોનો હવાલો સંભાળી શકે છે. તાજેતરમાં જ તાલિબાન નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને પૂર્વ મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે બેઠક કરી હતી.

આ બેઠકો અહીં સમાવેશી સરકાર બનાવવા માટે થઈ છે. બિલાલ કરીમીએ કહ્યું કે ઇસ્લામિક અમીરાતમાં સમાવિષ્ટ અફઘાન સરકાર બનાવવા અંગે અગાઉની સરકારના નેતાઓ અને અન્ય પ્રભાવશાળી નેતાઓ સાથેની ચર્ચાઓ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે.

થોડા દિવસમાં થશે જાહેરાત કરીમીએ કહ્યું, “તેઓ સર્વસંમતિ પર પહોંચી ગયા છે. અમે થોડા દિવસોમાં કેબિનેટ અને સરકારની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. લગભગ એક અઠવાડિયા પહેલા તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર કાબુલ પહોંચ્યા હતા. બરાદરની પાકિસ્તાનમાં 2010 માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે લાંબા સમય સુધી કસ્ટડીમાં રહ્યા ના હતા. વર્ષ 2018માં અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાન દ્વારા તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કતાર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં મુક્ત કરવામાં આવ્યો તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ઝાલ્મય ખલીલઝાદે પાકિસ્તાનને બરાદરને મુક્ત કરવા કહ્યું હતું જેથી તે કતારમાં ચાલી રહેલી મંત્રણાનું નેતૃત્વ કરી શકે. આ પછી જ અમેરિકાએ તાલિબાન સાથે તેના સૈનિકો પરત ખેંચવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે 2020 માં આ કરારને શાંતિ તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું.

આ પણ  વાંચો : Saffron Water Benefits : કેસરના પાણીના છે અઢળક ફાયદા, નિયમિત રીતે પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

આ પણ વાંચો :Corona Vaccination : પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">