AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો તાલિબાન ક્યારે સરકાર બનાવશે તેની જાણકારી હવે દુનિયાને પાકિસ્તાન આપશે !

હિકમતઉલ્લાહ વાસિકે કહ્યુ કે, અંતમાં અફઘાનિસ્તાન હવે મુક્ત થઇ ગયુ છે. એરપોર્ટ પર હાજર લોકો અને સેના હવે અમારી સાથે છે અને નિયંત્રણમાં છે. આશા છે કે અમે જલ્દી જ અમારા મંત્રી મંડળની જાહેરાત કરીએ.

લો બોલો તાલિબાન ક્યારે સરકાર બનાવશે તેની જાણકારી હવે દુનિયાને પાકિસ્તાન આપશે !
Shah Mehmood Qureshi on Taliban Government
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:05 PM
Share

અફઘાનિસ્તાનમાંથી અમેરીકાના સૈનિકોની વાપસી થઇ ચૂકી છે તેવામાં હવે આ વાતની ચર્ચા શરૂ થઇ છે કે, તાલિબાન તેની સરકારનું ગઠન ક્યારે કરશે. હવે આ સવાલનો જવાબ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ (Shah Mehmood Qureshi) આપ્યો છે. કુરૈશીએ મંગળવારે કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં થોડા જ દિવસોમાં સરકારનું ગઠન (Taliban Government Formed in Afghanistan) થઇ જશે. હજી સુધી આ વાત પર અનિશ્ચિતતા બનેલી છે.

ઇસ્લામાબાદમાં (Islamabad) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહ મહેમૂદ કુરૈશીએ જણાવ્યુ કે, અમે આશા રાખીએ છીએ કે અફઘાનિસ્તાનમાં આવનાર દિવસોમાં સરકાર બનશે. મંગળવારે તાલિબાનના લડાકુઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત એરપોર્ટ પર નિયંત્રણ લીધુ હતુ. આ દરમિયાન તાલિબાનીઓએ જશ્ન મનાવતા ગોળીબારી પણ કરી હતી. અફઘાનિસ્તાનમાંથી સૈન્યની વાપસી સાથે જ અમેરીકાના ઇતિહાસની સૌથી લાંબી જંગ સમાપ્ત થઇ ચૂકી છે.

તાલિબાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે મધ્યરાત્રિના સમયે છેલ્લા અમેરીકી સૈનિકની વાપસી સાથે જ તાલિબાનીઓ એરપોર્ટમાં પ્રવેશી ગયા હતા.

અફઘાનિસ્તાનના યુદ્ધમાં 2500 જેટલા અમેરીકી સૈનિકોનો જીવ ગયો છે.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે (Zabihullah Mujahid) એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યુ કે, આ એક ઐતિહાસીક દિવસ છે અને એક ઐતિહાસીક ક્ષણ છે. અમને ગર્વ છે આ ક્ષણ પર જેમાં અમે અમારા દેશને એક મહાશક્તિ પાસેથી મુક્ત કરાવ્યો.

અફઘાનિસ્તાનમાં ચાલેલુ યુદ્ધ અમેરીકાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ છે જેમાં લગભગ 2500 જેટલા અમેરીકી જવાનોના મોત થયા છે. આ સમય દરમિયાન 2.4 લાખ અફઘાન નાગરીકોના પણ મોત થયા છે. આ યુદ્ધમાં 2 ટ્રિલિયન ડૉલરનો ખર્ચો થયો છે. જોકે અમેરીકી સૈન્ય તાલિબાનીઓને સત્તાથી હટાવવામાં નિષ્ફળ રહી અને અમેરીકા પર હુમલો કરવા અલકાયદા દ્વારા અફઘાનિસ્તાનને બેઝના રૂપમાં વાપરવા માટે તેણે રોકવાનું કામ કર્યું.

જલ્દી જ પોતાના મંત્રી મંડળની જાહેરાત કરશે તાલિબાન

તાલિબાના એક શીર્ષ અઘિકારી હિકમત ઉલ્લાહ વાસિકે કહ્યુ કે, અંતમાં અફઘાનિસ્તાન હવે મુક્ત થઇ ગયુ છે. એરપોર્ટ પર હાજર લોકો અને સેના હવે અમારી સાથે છે અને નિયંત્રણમાં છે. આશા છે કે અમે જલ્દી જ અમારા મંત્રી મંડળની જાહેરાત કરીએ. બધુ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત છે. વાસિકે લોકોની કામ પર પાછા ફરવાની અપીલ કરી અને બધાને માફ કરવાના પોતાના સંકલ્પને ફરીથી યાદ કરાવ્યું. તેમણે જણાવ્યુ કે લોકોએ શાંતી રાખવી પડશે. ધીમે ધીમે અમે બધુ પાટા પર લઇ આવશું. તેમાં સમય લાગશે.

આ પણ વાંચો –

ભારતમાં એન્ટ્રી કરવા માટે ટેસ્લાના 4 મોડલ્સને મળી મંજૂરી, ભારતીય બજાર પ્રમાણે સાબિત થઇ ફીટ

આ પણ વાંચો –

ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ, ત્રણ દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ ઉમટ્યા

g clip-path="url(#clip0_868_265)">