Afghanistan Crisis: કાબુલ એરપોર્ટ પાસે ફાયરિંગ, એરપોર્ટની બહાર લોકોની ભીડ

કાબુલ એરપોર્ટ પર ફરી હુમલો થયો છે. હાલ કાબુલ એરપોર્ટની બાહર મોટી સંખ્યામાં ભીડ છે.

Afghanistan Crisis: કાબુલ એરપોર્ટ પાસે ફાયરિંગ, એરપોર્ટની બહાર લોકોની ભીડ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 7:43 PM

કાબુલ એરપોર્ટના(kabul airport) પૂર્વ ગેટ પાસે ફાયરિંગ છે. હાલ કાબુલ એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ભીડ છે. અફઘાન  નાગરિકો અને અમેરિકો ફોર્સ પર  ફાયરિંગ કર્યું છે.  આ પહેલા ગુરુવારે પણ હુમલો કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાબુલમાંથી 550 થી વધુ લોકોને બહાર કા્યા છે. અફઘાનિસ્તાનમાં(Afghanistan) હાલમાં કેટલા ભારતીયો છે તેના પર વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીયોને લાવવામાં આવ્યા છે. માત્ર થોડા જ બાકી રહેશે. અમારી પાસે આ માટે ચોક્કસ આંકડો નથી. ઘણા ભારતીયો અન્ય માર્ગોથી પણ આવી રહ્યા છે. અમારી પ્રાથમિકતા ભારતીયોને પરત લાવવાની છે. જો કે અમે ઘણા સમય પહેલા એડવાઈઝરી જારી કરી હતી, ઘણા લોકોએ ત્યારે પણ ત્યાં રહેવાનું નક્કી કર્યું હતું.

હાઇટેક હથિયારોથી સજ્જ ત્રણ માણસોએ અફઘાન અને અમેરિકન સુરક્ષા દળોને નિશાન બનાવી કાબુલ એરપોર્ટના ઇસ્ટર્ન ગેટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર આવી રહ્યા છે કે મસૂદ અઝહર કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે તાલિબાનની મદદ માગી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ મુલ્લા બારાદારને મળ્યો હતો.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે વિદેશ મંત્રીએ તમામ પક્ષોના નેતાઓને ત્યાંની પરિસ્થિતિથી વાકેફ કર્યા. તેમણે કહ્યું કે કેવી રીતે સરકાર ભારતીયોને બહાર કાઢી રહી છે. ગુરુ ગ્રંથ સાહિબને પણ સુરક્ષિત રીતે પાછા મોકલવામાં આવ્યા હતા.

સ્પેને કાબુલ એરપોર્ટ પરથી તેનું ખાલી કરાવવાનું કામ સમાપ્ત કરી દીધું છે. સ્પેનની સરકારનું કહેવું છે કે તેણે દુબઈમાં બે લશ્કરી વિમાનોના આગમન સાથે અફઘાનિસ્તાનથી તેનું ખાલી કરાવવાનું કામ સમાપ્ત કરી દીધું છે

તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ કાબુલમાં એરપોર્ટ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 103 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટનું પ્રાદેશિક જૂથ ISIS-K લાંબા સમયથી અમેરિકી સૈનિકો પર હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આવી સ્થિતિમાં, અફઘાનિસ્તાનમાં તાલિબાનના વર્ચસ્વ હેઠળ પંજશીર અને ISIS-K ના લડવૈયાઓ એક મોટો અવરોધ ઉભો કરી રહ્યા છે.

આ પણ વાંચો :Railway Good News: : 56 ટ્રેનને લઈ રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ, યુપી બિહારથી લઈ દિલ્હી પંજાબ અને ગુજરાત-મહારાષ્ટ્રનાં લોકોને પણ થશે ફાયદો

આ પણ વાંચો :Gujarat Top News : રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન, મચ્છરજન્ય રોગચાળો કે વિવિધ જિલ્લાના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

g clip-path="url(#clip0_868_265)">