ચંદ્રગુપ્ત મૌર્યએ યુદ્ધ કર્યા વગર એક જ યુક્તિથી જીત્યુ હતુ અફઘાનિસ્તાન, જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ કોઇ પણ જાતના યુદ્ધ અને રણનીતિઓના ઉપયોગ વગર જ અફઘાનિસ્તાનને જીતી લીધુ હતુ અને તેને ભારતીય સીમામાં સામેલ કર્યુ હતુ.

ચંદ્રગુપ્ત મૌર્યએ યુદ્ધ કર્યા વગર એક જ યુક્તિથી જીત્યુ હતુ અફઘાનિસ્તાન, જાણો રસપ્રદ ઈતિહાસ
Chandragupta Maurya won Afghanistan without a war

અમેરીકાથી લઇને બ્રિટન અને રશિયા પણ કેટલાક દશકોથી અફઘાનિસ્તાન પર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હમણા સુધી કોઇ પણ દેશ આ પ્રયત્નોમાં સફળ નથી થઇ શક્યો. હવે તાલિબાન ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવીને બેઠો છે. આખા દેશમાં ભયનો માહોલ છે. આ સાથે જ અમે આજે તમને એ ભારતીય રાજા વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેણે એક પણ ટીપું લોહી વહાવ્યા વગર અફઘાનિસ્તાનને જીતી લીધુ હતુ અને ત પણ ફક્ત 500 હાથીઓની મદદથી.

ચંદ્રગુપ્ત મૌર્યએ જીત્યુ હતુ અફઘાનિસ્તાન

આ વાત તો બધા જ જાણે છે કે કોઇ પણ આજ સુધી આ દેશ પર કબજો કરવામાં સફળ નથી રહ્યુ પરંતુ ભારતના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ કોઇ પણ જાતના યુદ્ધ અને રણનીતીઓના ઉપયોગ વગર જ અફઘાનિસ્તાનને જીતી લીધુ હતુ અને તેને ભારતીય સીમામાં સામેલ કર્યુ હતુ. ઇતિહાસકારો આ ઘટનાને કોઇ પણ ભારતીય રાજાની પહેલી મોટી કૂટનીતિક જીત તરીકે જુએ છે.

ઇતિહાસકારોની વાત માનીએ તો ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો આજના નથી, પરંતુ સદીઓ જુના છે. ભારત અને અફઘાનિસ્તાનને સિંધુ ઘાટી સભ્યતા સાથે પણ જોડીને જોવામાં આવે છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં વહેતી નદી આમૂ દરિયામાં સિંધુ કોલોની હતી જેનો ઉપયોગ ટ્રેડ કરવા માટે કરવામાં આવતો હતો.

જસ્ટીન અને ગ્રીક-રોમન ઇતિહાસકાર પ્લૂટાર્કે ભારતીય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય અને એલેક્ઝાન્ડર વચ્ચેના સંબંધો વિશે જણાવ્યુ હતુ. એલેક્ઝાન્ડરના સેનાપતિ સેલ્યુકસે એક વાર અફઘાનિસ્તાન તે જે ત્યારે કંધાર હતુ તેને જીતી લીધુ હતુ અને પશ્ચિમ ભારતની સરહદ સુધી તે આવી પહોંચ્યુ હતુ ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય પણ દેશની સીમાની રક્ષા માટે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે યુદ્ધ પણ થયુ હતુ અને આ યુદ્ધ એક સંધી સાથે સમાપ્ત થયુ હતુ. આ સંધિ અંતર્ગત 305 ઇસા પૂર્વ સેલ્યુકસે ચંદ્રગુર્ત મૌર્યને અફઘાનિસ્તાન સોંપી દીધુ હતુ. આ યુદ્ધ બાદ મૌર્ય વંશ અને પ્રાચીન ગ્રીક સામ્રાજ્ય વચ્ચે કૂટનીતિક સંબંધો બંધાયા હતા.

ઇતિહાસકારો પ્રમાણે, ગ્રીક સામ્રાજ્યના કંધાર સિવાય અફઘાનિસ્તાનના બીજા વિસ્તાર અને ભારત પર ચંદ્રગુપ્તના શાસનને સ્વીકાર કરી લીધુ હતુ. આ જ દોસ્તીના બદલામાં ચંદ્રગુપ્તે મહાવતો સાથે 500 હાથી, નોકરો. કેટલાક સામાન અને અનાજ યૂનાન જેને ગ્રીસકહે છે. ત્યાં મોકલ્યા હતા.

આ પણ વાંચો –

Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો –

Face mask : અમે તમારા માટે કેટલાક ઘરે બનાવેલા શ્રેષ્ઠ DIY ફેસ માસ્ક લાવ્યા છીએ જે તમને તમારી ત્વચાની ચમક જાળવવામાં મદદ કરશે

આ પણ વાંચો –

ના ઉમ્ર કી સીમા હો: 40 ની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શ્વેતા તિવારી, જુઓ તેનો નવો ગ્લેમરસ અવતાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati