અફઘાનિસ્તાનમાં વધતા વિરોધ સામે તાલિબાન ઝૂક્યું, ફોટો જર્નાલિસ્ટને કરશે કેદમાંથી મુક્ત

|

Sep 30, 2021 | 9:13 PM

મુર્તઝા પર ફેસબુક દ્વારા અફઘાન લોકોને ભડકાવવાનો આરોપ છે. તે જ સમયે તાલિબાન શાસન સામે ધ્વજ ઉઠાવનારા લોકોના વિરોધને આવરી લેવાની બાબતમાં તાલિબાની મુર્તઝાથી પણ ગુસ્સે છે.

અફઘાનિસ્તાનમાં વધતા વિરોધ સામે તાલિબાન ઝૂક્યું, ફોટો જર્નાલિસ્ટને કરશે કેદમાંથી મુક્ત
File photo

Follow us on

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યા બાદ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે  તો બીજી તરફ તાલિબાનના કબ્જા બાદ લોકો ફફડી રહ્યા છે. તાલિબાનનો નર્તકી અને તેનો ઘાતકી ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર કરનાર અફઘાન ફોટો જર્નાલિસ્ટ ( Photo Journalist) મુર્તઝા સમાદીને (Murtaza Samadi) તાલિબાનીઓએ ફાંસી આપવાનો ઈરાદો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાં વધતા વિરોધને કારણે તાલિબાન હવે પીછે હઠ કરી રહું છે. મુર્તઝા સમાદી લગભગ ત્રણ અઠવાડિયાથી તાલિબાનની કેદમાં છે.

 

મુર્તઝા પર ફેસબુક દ્વારા અફઘાન લોકોને ભડકાવવાનો આરોપ છે. તાલિબાન શાસન સામે ધ્વજ ઉઠાવનારા લોકોના વિરોધને આવરી લેવાની બાબતમાં તાલિબાની મુર્તઝાથી પણ ગુસ્સે છે. પરંતુ મોટી વાત એ છે કે તાલિબાન મુર્તઝાના પરિવાર સામે નમી ગયું છે અને તાલિબાનના શાસનમાં કદાચ આવું પહેલી વખત બન્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

મહિલાઓનું વિરોધ પ્રદર્શન યથાવત

જો વિદ્રોહનો અવાજ વધુ જોરદાર હોય તો તાલિબાનને નમાવી શકાય છે. અફઘાનિસ્તાનની મહિલાઓ પણ કાબુલમાં પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. તેમના અધિકારો માટે અવાજ તો ઉઠાવી રહી છે. તાલિબાન બંદૂકોના આધારે મહિલાઓને દબાવી રહ્યા છે. તાલિબાને મહિલા વિકાસ મંત્રાલયને તાળું મારી દીધું છે. છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મૂક્યો. આ બાબતે મહિલાઓ રસ્તા પર ઉતરી છે. તેઓ તાલિબાન વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે.

 

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ સૌથી ખરાબ છે. રેસ્ટ્રો અને અન્ય કામ દ્વારા ઘર ચલાવતી મહિલાઓ દૈનિક જરૂરિયાતો પણ પૂરી કરી શકતી નથી. તાલિબાનો નથી ઈચ્છતા કે છોકરીઓ ભણે અને મહિલાઓ કામ કરે. તાલિબાન કાયદામાં માત્ર મહિલાઓનું શોષણ લખેલું છે.

 

પરંતુ હજુ પણ તાલિબાનના આતંકવાદી શાસન સામે મહિલાઓના પ્રદર્શનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. જો આ બળવો ચાલુ રહેશે તો તાલિબાનને ફોટો જર્નાલિસ્ટ મુર્તઝા સમાદીના કિસ્સામાં જેમ ઝૂકવું પડશે. નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ નિર્દયતાની તમામ હદ વટાવી દીધી છે, એક પત્રકારની હત્યા કરી અને તેના મૃતદેહને ક્રેનથી લટકાવી દીધો હતો. મળતી માહિતી મુજબ પત્રકાર ઓનર અહમદની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ હેરાત શહેરના મુખ્ય ચોકમાં લટકાવવામાં આવ્યો હતો.

 

 

આ પણ વાંચો : દ્વારકાના જામખંભાળિયામાં 7 ઇંચથી વધુ વરસાદ, કલ્યાણપુરનો શેઢાભાડથરી ડેમ ઓવરફ્લો

 

આ પણ વાંચો :ગુજરાત ATS ની મોટી સિદ્ધિ: 15 વર્ષે ઝડપી પાડ્યો 2006 કાલુપુર બ્લાસ્ટના વોન્ટેડ આરોપીને

Next Article