Afghanistan: પાઇ-પાઇ મોહતાજ બની ગયા 2 કરોડ લોકો, તાલિબાનના ડેપ્યુટી વડાપ્રધાન હનફીએ માનવીય સહાયતા માટે માંગી મદદ

|

Oct 24, 2021 | 9:55 AM

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં 2 કરોડ લોકોની મદદ કરવા માટે તાત્કાલિક નાણાંની જરૂર છે.

Afghanistan: પાઇ-પાઇ મોહતાજ બની ગયા 2 કરોડ લોકો, તાલિબાનના ડેપ્યુટી વડાપ્રધાન હનફીએ માનવીય સહાયતા માટે માંગી મદદ
File photo

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના(Taliban) કબજા પછી અફઘાન નાગરિકોની સ્થિતિ પહેલેથી જ વધુ ખરાબ થઇ ચુકી છે. યુદ્ધગ્રસ્ત દેશ માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાન કબજે કર્યા પછી વિદેશી સહાય પર રોક લગાવી દેવામાં આવી છે હવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

આ જ કારણ છે કે હવે તાલિબાન આગળ આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મદદ માંગી રહ્યું છે. તાલિબાનના ‘ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર’ અબ્દુલ સલામ હનફી અફઘાનિસ્તાન માટે યુએનના રાજદૂતને મળ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના દૂત સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના ડેપ્યુટી પીએમ હનફીએ દેશની સ્થિતિ અને માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હનફીએ ડેબોરાહ લિયોન્સને મળ્યા અને દેશની સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમની ચર્ચા કરી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને જણાવ્યું હતું કે, “ડેપ્યુટી પીએમ અબ્દુલ સલામ હનાફીએ શનિવારે અફઘાનિસ્તાનમાં યુએનના રાજદૂત ડેબોરાહ લિયોન સાથે મુલાકાત કરી અને બંને પક્ષોએ અફઘાનિસ્તાનની સ્થિતિ માનવતાવાદી સહાય અને દેશની બેંકિંગ સિસ્ટમ પર ચર્ચા કરી છે.”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઓગસ્ટમાં તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વધુ વણસી રહ્યું છે. આવી સ્થિતિમાં, બે કરોડ લોકોને મદદ કરવા માટે તાત્કાલિક સહાય માટે નાણાંની તાત્કાલિક જરૂર છે.

અફઘાનિસ્તાને દાયકાઓથી સંઘર્ષ અને વિસ્થાપન તેમજ ગરીબી, ગંભીર દુષ્કાળ અને હવે કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુદ્ધના કારણે 35 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

તે જ સમયે અફઘાનિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દેવા હેઠળ દબાયેલા લોકોને તેમના બાળકો વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. હેરત શહેરમાંથી એવી માહિતી બહાર આવી કે દેવાની ચપેટમાં આવેલા લોકોને લોન માફી માટે બાળકોને વેચવાની ઓફર કરવામાં આવી રહી છે.

ધિરાણકર્તાઓ કહી રહ્યા છે કે જો લોકો તેમના બાળકોને વેચે છે તો તેમની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તે જ સમયે, દેશનું ચલણ સતત ઘટી રહ્યું છે. સામાન્ય ખાદ્ય ચીજોના પુરવઠાનો અભાવ છે. જેના કારણે ભાવ આસમાને પહોંચી ગયા છે.

આ પણ વાંચો : China corona Cases: ચીનમાં ભારત કરતા ડબલ વેક્સિનેશન આમ છતાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ

આ પણ વાંચો : Pakistan news : પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઇ ગયેલા ગૃહમંત્રી પરત ફર્યા

Published On - 9:38 am, Sun, 24 October 21

Next Article