શું અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાની તારીખ વધશે? બોરિસ જોનસન જો બાઈડન સાથે કરશે વાત

બોરિસ જોનસન (Boris Jhonson) રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે વાત કરવાના છે. આ દરમિયાન 31 ઓગસ્ટ સુધી અમેરિકન સૈનિકોની પાછી ખેંચવાની તારીખ વધારવા પર ચર્ચા થશે.

શું અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાની તારીખ વધશે? બોરિસ જોનસન જો બાઈડન  સાથે કરશે વાત
Britain PM Boris Johnson and Joe Biden
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:14 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન(Boris Jhonson) અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે વાત કરવા જઈ રહ્યા છે. તે જ સમયે એવી ઘણી ચર્ચા છે કે બ્રિટનના પીએમ જો બાઈડનને અમેરિકન સૈનિકો પાછા ખેંચવાની તારીખ 31 ઓગસ્ટથી વધારવાની વિનંતી કરી શકે છે. મંગળવારે બોરિસ જોનસન G7 દેશોના નેતાઓ સાથે તાકીદની બેઠકમાં આ વિનંતી કરશે. કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકો ઉભા છે. જે તાલિબાનના સત્તામાં પરત ફર્યા બાદ દેશ છોડવામાં વ્યસ્ત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમેરિકા આ ​​મહિનાના અંત સુધીમાં તમામ સૈનિકો પરત ખેંચવા જઈ રહ્યું છે. જો કે બાઈડને કહ્યું છે કે સમયમર્યાદા વધારવા અંગે ચર્ચા થઈ રહી છે. પરંતુ અમે આશા રાખીએ છીએ કે અમારે આવું કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકોએ હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Hamid Karzai International Airport) વ્યાપ વધારી દીધો છે.

જેથી ખાલી કરાવવામાં વેગ આવી શકે. તાલિબાને પણ આ દરમિયાન સહકાર આપ્યો છે. તે જ સમયે બ્રિટને કહ્યું છે કે તેના સૈનિકોને પાછા ખેંચવાની કોઈ નિશ્ચિત તારીખ નથી. પરંતુ તેને ડર છે કે અમેરિકન સૈનિકોની ગેરહાજરીમાં બ્રિટન સૈનિકો માટે આ વિસ્તારને સુરક્ષિત કરવો મુશ્કેલ બની શકે છે.

G7 જૂથની બેઠકમાં અફઘાનિસ્તાનના ભવિષ્યની ચર્ચા કરવામાં આવશે

કાબુલમાં એક હજારથી વધુ બ્રિટન સૈનિકો તૈનાત છે. G7 જૂથની બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાવા જઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે આમાં મુખ્ય ચર્ચાનો મુદ્દો અફઘાનિસ્તાનનું લાંબા ગાળાનું ભવિષ્ય હશે. આ વખતે બ્રિટન G7 ગ્રુપના ચેરમેન છે. એવું કહેવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન ચાલી રહેલી સ્થળાંતર યોજના પર પણ ચર્ચા કરવામાં આવશે.

તે જ સમયે નાટોના એક અધિકારીએ કહ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના મૃત્યુ કચડી નાખવાના કારણે થયા હતા. બ્રિટન આર્મી માટે કામ કરતા લોકો માટે પડોશી દેશોમાં હબ બનાવવા માટે પણ ચર્ચામાં છે.

બ્રિટને 13 ઓગસ્ટથી 6 હજાર લોકોને બહાર કાઢ્યા છે

પીએમ જોનસને કહ્યું છે કે તે મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માનવતાવાદી કટોકટી અટકાવવા અને અફઘાન લોકોની મદદ કરવા માટે સાથે મળીને કામ કરે. વિદેશ કાર્યાલયના સચિવ જેમ્સ કલીવરલીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર બહાર નીકળવાની સમયમર્યાદા વધારવા માટે અમેરિકાની લોબીંગ ચાલુ રાખશે.

તેમણે કહ્યું કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે અમને જેટલો સમય મળે છે. તેટલા વધુ લોકોને અમે બહાર કાઢી શકીએ છીએ. 13 ઓગસ્ટથી 6,000થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા છે. અમેરિકાએ કમર્શિયલ જહાજોની મદદ લીધી છે.

આ પણ વાંચો :Kitchen Vastu Tips : શું કિચન સાથે નસીબનું છે કોઈ કનેક્શન ? જાણો રસોડા સાથે જોડાયેલા વાસ્તુ દોષ અને તેના ઉપાયો

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી, એક સૈનિક શહીદ, ત્રણ ઘાયલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">