AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી, એક સૈનિક શહીદ, ત્રણ ઘાયલ

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kabul Airport) પર એન્કાઉન્ટરમાં એક અફઘાન સુરક્ષા દળનો જવાન શહીદ થયો છે.

કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી, એક સૈનિક શહીદ, ત્રણ ઘાયલ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:15 PM
Share

કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર અજાણ્યા હુમલાખોરો સાથેની અથડામણમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે, જયારે અફઘાન સુરક્ષા દળના (Afghan Security Force) એક સભ્યનું મૃત્યુ થયું છે. જર્મનીની સેનાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જર્મન સેનાએ ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકન અને જર્મન દળો પણ લડાઈમાં સામેલ છે અને અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે.

અત્યાર સુધી આ હુમલો કરનારા હુમલાખોરો કોણ છે તે અંગે માહિતી મળી નથી. જોકે, અત્યારે શંકાની સોય તાલિબાન તરફ ઈશારો કરી રહી છે, જેણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે.

યુદ્ધગ્રસ્ત દેશની રાજધાની કાબુલ સ્થિત એરપોર્ટ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બ્રિટિશ સૈન્યએ જણાવ્યું હતું કે રવિવારે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ભાગદોડ અને ફાયરિંગમાં સાત લોકો માર્યા ગયા હતા. ગયા રવિવારે કાબુલ કબજે કર્યા બાદ તાલિબાનોએ એરપોર્ટને ઘેરી લીધું છે.

આ સાથે જ તાલિબાનની વાપસી અને અફઘાન સરકારના પતન બાદ લોકોમાં ભયનું વાતાવરણ છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે એરપોર્ટ પર પહોંચી રહ્યા છે.

અમેરિકી સૈનિકોને પાછા જવાની તારીખ વધુ લંબાવવામાં આવી શકે છે અમેરિકા અને તેના સાથીઓ 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રે સૈનિકો પાછી ખેંચવા માટે 31 ઓગસ્ટની સમય મર્યાદા નક્કી કરી છે. જો કે, સતત બદલાતા સંજોગોને જોતા અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની પાછી ખેંચવાની તારીખને વધુ લંબાવી શકાય છે.

બાઈડને રવિવારે કહ્યું કે અમે અમેરિકનોના જૂથને સુરક્ષિત અને અસરકારક રીતે બહાર કાઢવા માટે કાબુલ એરપોર્ટ કમ્પાઉન્ડમાં ખસેડ્યા છે. હું કહેવા માંગુ છું કે જે અમેરિકનો ઘરે પાછા આવવા માંગે છે, તેમને પાછા લાવવામાં આવશે.

ભારતીય-અમેરિકન નેતા અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકાએ તાલિબાન સમક્ષ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી છે. રિપબ્લિકન પાર્ટીમાંથી આવેલા હેલીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે તેના માટે જો બાઇડન પોતે જવાબદાર છે.

હેલીએ કહ્યું, ‘આ એક અતુલ્ય ઘટના છે, જ્યાં તાલિબાન અમેરિકન નાગરિકોને બંધક બનાવી રહ્યા છે. આપણે ખાતરી કરવી પડશે કે અમે અમારા સાથીઓ સાથે કામ કરીએ છીએ. આપણે આપણા નાગરિકો અને સાથીઓને બહાર કાઢવાનો માર્ગ શોધવો પડશે.

આ પણ વાંચો :Afghanistan Crisis : ચીન તાલિબાનને ખુશ કરવામાં વ્યસ્ત ! કાબુલ દૂતાવાસે ચીની નાગરિકોને આપ્યો આ આદેશ

આ પણ વાંચો :તાલિબાનની મદદ કરનારા પાકિસ્તાનને લાગ્યો ડર ? અફઘાનિસ્તાન જનારી ફ્લાઈટ્સને કરી સસ્પેન્ડ

g clip-path="url(#clip0_868_265)">