Afghanistan: કાબુલ એરપોર્ટ પર પાણી અને ખોરાકનો ભાવ આસમાને, લોકો ભુખ્યા-તરસ્યા રહેવા માટે બન્યા મજબુર!

|

Aug 26, 2021 | 4:54 PM

અગાઉ કાબુલ એરપોર્ટની બહાર થયેલી અંધાધૂંધીમાં 20 લોકોના મોત થયા છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર લોકો કેમ બેહોશ થઈ રહ્યા છે?

Afghanistan: કાબુલ એરપોર્ટ પર પાણી અને ખોરાકનો ભાવ આસમાને, લોકો ભુખ્યા-તરસ્યા રહેવા માટે બન્યા મજબુર!
Kabul airport (File Photo)

Follow us on

Afghanistan: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul)માં તાલિબાન (Taliban)ના પ્રવેશ સાથે અરાજકતાનું વાતાવરણ સર્જાયુ છે. ત્યારે કાબુલ એરપોર્ટ પર અફઘાનિસ્તાનના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, ભૂખ્યા અને તરસ્યા ગરમીમાં લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે.

 

અગાઉ કાબુલ એરપોર્ટની બહાર થયેલી અંધાધૂંધીમાં 20 લોકોના મોત થયા છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર લોકો કેમ બેહોશ થઈ રહ્યા છે? વિદેશી સૈનિકો કાબુલ એરપોર્ટની (Kabul Airport) બહાર પાણી કેમ આપી રહ્યા છે? એક વિદેશી સૈનિકે અફઘાન મહિલાને પાણી કેમ પીવડાવ્યું?

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

પાણી અને ખોરાકનો ભાવ આસમાને

આ તમામ પ્રશ્નોનો જવાબ પાણી છે. જેનો ભાવ અહીં આસમાને પહોંચી રહ્યો છે. કાબુલ એરપોર્ટની બહાર પાણીની એક બોટલ 40 ડોલર એટલે કે લગભગ 3000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે ચોખાની એક પ્લેટની કિંમત 100 ડોલર એટલે કે લગભગ 7,500 રૂપિયા છે. આથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત નવાઈની વાત તો એ છે કે અફઘાનિસ્તાનના ચલણને બદલે ચૂકવણી માત્ર ડોલરમાં લેવામાં આવી રહી છે.

 

નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનની મદદે

ખોરાક અને પાણીના ભાવમાં વધારો થવાને કારણે લોકોને ભૂખ્યા પેટ પર તડકામાં ઉભા રહેવાની ફરજ પડી છે અને જેને કારણે લોકો બેહોશ થતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ લોકોને મદદ કરવાને બદલે તાલિબાન (Taliban) તેમને માર મારતા હોય છે.

 

આ મુશ્કેલ સમયમાં નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનની મદદે આવ્યા છે. જેઓ એરપોર્ટ નજીક કામચલાઉ મકાનો બનાવીને રહેતા લોકોને પાણીની બોટલ અને ખોરાક આપી રહ્યા છે. આ સિવાય અમેરિકન સૈનિકો (American Army) પણ અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ વહેંચતા જોવા મળી રહ્યા છે.

 

અમેરિકાના સૈનિકોનું આ વર્તન તેની છબીને અલગ ઓળખ આપી રહ્યું છે

સૈનિકોના આ વર્તનને અફઘાનિસ્તાનના (Afghanistan) બાળકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ અમેરિકન સૈનિકોને (American Army) પણ સલામ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે અમેરિકાના કારણે જ કાબુલમાં આ સ્થિતિ સર્જાય છે, જે 20 વર્ષમાં એવુ લશ્કર ન બનાવી શક્યા કે જે તાલિબાન સામે લડી શકે. ત્યારે હાલ તેના સૈનિકોનું આ વર્તન તેની છબીને અલગ ઓળખ આપી રહ્યું છે.

 

 

આ પણ વાંચો: ફ્લાઇટમાં બેેસેલા યાત્રીના Samsung Galaxy A21 ફોનમાં લાગી આગ, 128 યાત્રીઓના જીવ મુકાયા જોખમમાં

 

આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભય, બ્રિટન -અમેરિકાએ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી

Next Article