AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલિબાનની મદદ કરનારા પાકિસ્તાનને લાગ્યો ડર ? અફઘાનિસ્તાન જનારી ફ્લાઈટ્સને કરી સસ્પેન્ડ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને અફઘાનિસ્તાન તરફ જતી ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

તાલિબાનની મદદ કરનારા પાકિસ્તાનને લાગ્યો ડર ? અફઘાનિસ્તાન જનારી ફ્લાઈટ્સને કરી સસ્પેન્ડ
Pakistan International Airlines
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 5:36 PM
Share

તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાન (Afghanistan) જનારી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને કાબુલ (Kabul) ફ્લાઇટ ઓપરેશનને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે અને અત્યારે ત્યાંથી કોઇને પણ બહાર કાઢી રહ્યું નથી.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) એક માત્ર કોમર્શિયલ એરલાઇન હતી જે છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી રાજદ્વારીઓ અને વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પીઆઈએ શનિવારે કાબુલના હમીદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International Airport) પર સુવિધાઓના અભાવ અને કચરાના ડમ્પિંગને કારણે અસ્થાયી રૂપે કાબુલ ફ્લાઈટ કામગીરી સ્થગિત કરી દીધી હતી.

ઘટનાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર કોઈ ઈમિગ્રેશન અધિકારી હાજર નથી અને કોઈ સુરક્ષા તપાસ કરવામાં આવી રહી નથી. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી સફાઈ કામદારો પણ તેમની ફરજો નિભાવી રહ્યા નથી. સૂત્રોને આશંકા છે કે એરપોર્ટમાં કચરો અકસ્માતનું કારણ બની શકે છે.

આવશ્યક સુવિધાઓની ગેરહાજરીને કારણે કામગીરી સ્થગિત એક મીડિયા રિપોર્ટ અનુસાર, કાબુલ એરપોર્ટની સુરક્ષા અમેરિકાના હાથમાં છે અને તેઓ માત્ર લશ્કરી વિમાનોથી કામગીરી હાથ ધરવામાં વ્યસ્ત છે. રેડિયો પાકિસ્તાને એ પણ અહેવાલ આપ્યો છે કે કાબુલ એરપોર્ટ પર જરૂરી સુવિધાઓની ગેરહાજરીને કારણે PIA એ અફઘાનિસ્તાન માટે તેની ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. રિપોર્ટમાં પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લા હાફીઝને ટાંકીને કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો માટે ફ્લાઈટ ઓપરેશન બંધ રહેશે.

પીઆઇએ ફ્લાઇટ દ્વારા 1500 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા હાફિઝે કહ્યું, “અમે અફઘાન નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ સાથે કાબુલ એરપોર્ટ પર તમામ જરૂરી સુવિધાઓ વહેલી તકે પુનઃ સ્થાપિત કરવા માટે વાત કરી છે, જેથી પીઆઇએ તેની ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરી શકે.” તેમણે કહ્યું કે પીઆઈએ અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત દેશમાંથી પત્રકારો, યુએન અધિકારીઓ અને પાકિસ્તાની નાગરિકો સહિત 1,500 લોકોને પાંચ ફ્લાઇટમાં બહાર કાઢ્યા છે.

યુએસ અને તેના સાથીઓ દ્વારા તાલીમ પામેલા અફઘાન સુરક્ષા દળોએ યુદ્ધ ગુમાવ્યા બાદ થોડા જ દિવસોમાં તાલિબાન લડવૈયાઓએ સમગ્ર દેશ કબજે કરી લીધો. તાલિબાને ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો.

આ  પણ વાંચો : અફઘાની મહિલા અને સાંસદે ભારત પરત ફરતા ભીની આંખે વર્ણવી આપવીતી, મદદ માટે ભારતીય ભાઈ-બહેનોનો આભાર

આ પણ વાંચો :AHMEDABAD : જ્વેલરીમાં હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ, 10 હજાર જેટલા જવેલર્સ હડતાળ કરશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">