Afghanistan Crisis : ચીન તાલિબાનને ખુશ કરવામાં વ્યસ્ત ! કાબુલ દૂતાવાસે ચીની નાગરિકોને આપ્યો આ આદેશ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ચીની દૂતાવાસે તેના નાગરિકોને ઇસ્લામિક રિવાજોનું ચુસ્તપણે પાલન કરવાની વિનંતી કરી છે.

Afghanistan Crisis : ચીન તાલિબાનને ખુશ કરવામાં વ્યસ્ત ! કાબુલ દૂતાવાસે ચીની નાગરિકોને આપ્યો આ આદેશ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 5:37 PM

જ્યારથી તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાનમાં (Afghanistan) કબજો કર્યો છે, ત્યારથી ચીન (China) ખૂબ ખુશ છે. ચીન પણ તાલિબાનને ખુશ કરવામાં સતત વ્યસ્ત છે. આ વચ્ચે શનિવારે કાબુલમાં (Kabul) ચીની દૂતાવાસે અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોને ડ્રેસ કોડ અને જાહેરમાં ખાવા સહિત ઇસ્લામિક રિવાજોનું સખત પાલન કરવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન નેતાઓએ તાજેતરમાં જ ચીનની મુલાકાત લીધી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, તમામ ચીની નાગરિકોને આપવામાં આવેલી સલાહમાં દૂતાવાસે એવું પણ સૂચન કર્યું છે કે તેઓ કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય અરાજકતા સ્થળોથી અંતર રાખે. ગયા મહિને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાનના પ્રતિનિધિ મંડળ સાથે ઉત્તર ચીનના બંદર શહેર તિયાનજિનમાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન મધ્યમ ઇસ્લામિક નીતિ અપનાવી શકે છે.

અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણમાં ચીનના યોગદાનને આવકારવામાં આવશે તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ગુરુવારે કહ્યું કે અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણમાં યોગદાન આપવા માટે ચીનનું સ્વાગત થશે. તેમણે કહ્યું કે ચીને દેશમાં શાંતિ અને સમાધાનને પ્રોત્સાહન આપવા માટે રચનાત્મક ભૂમિકા ભજવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચીનના સીજીટીએન ટેલિવિઝને આપેલા ઇન્ટરવ્યુમાં સુહેલ શાહીને કહ્યું કે ચીન વિશાળ અર્થતંત્ર અને સંભાવનાઓ સાથે મોટો દેશ છે. મને લાગે છે કે તેઓ અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ અને પુનર્વસનમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. રશિયા અને અમેરિકાથી વિપરીત, ચીન એ હકીકતનો ફાયદો ઉઠાવી શકે છે કે તેણે તાલિબાન સાથે વ્યવહાર કરવા માટે અફઘાનિસ્તાનમાં લડ્યા નથી.

અફઘાનિસ્તાનને આતંકનું આશ્રયસ્થાન બનતા અટકાવવું જોઈએ: ચીન ચીને કહ્યું છે કે અફઘાનિસ્તાનને ફરીથી આતંકવાદનું કેન્દ્ર બનવા દેવું જોઈએ નહીં અને ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા દેશમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી કટોકટીનો સામનો કરવામાં તેને મજબૂત ટેકો આપવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ, પૂર્વ તુર્કસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ (ETIM) સાથે જોડાયેલા સેંકડો આતંકવાદીઓ તાલિબાનની પ્રવૃત્તિઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં ભેગા થઈ રહ્યા છે.

ચીન આ બાબતે ચિંતિત છે. આ જ કારણ છે કે તે તાલિબાન સાથે મિત્રતા વધારવામાં વ્યસ્ત છે. આ સિવાય દેશની ખનિજ સંપત્તિ પણ ચીનની નજર હેઠળ છે.

આ પણ વાંચો :Raksha Bandhan : કારોબારની દુનિયામાં ડંકો વગાડનાર ભાઈ-બહેન, જાણો અંબાણીથી લઈ પોદ્દાર પરિવારના કોણ છે એ સંતાન ?

આ પણ વાંચો :વિયેતનામમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે સરકારે કડક કર્યા નિયમો, લોકડાઉન પહેલા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચવામાં સેના કરી રહી છે મદદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">