ચીનની ક્રૂરતા, અરુણાચલના 17 વર્ષના યુવકને કિડનેપ કરીને ટોર્ચર કર્યુ, હાથ-પગ બાંધીને આપ્યો વિજળીનો કરંટ
અરુણાચલ પ્રદેશના મીરામ તારોનનું અપહરણ કર્યા બાદ ચીની સેનાએ તેના પર ખૂબ જ ત્રાસ ગુજાર્યો હતો. જેના કારણે તે હજુ પણ ડરી રહ્યો છે.
ચીનની ક્રૂરતા આખી દુનિયામાં ફેમસ છે અને હવે ફરી એકવાર તેનાથી સંબંધિત મામલો સામે આવ્યો છે. ભૂતકાળમાં, તમે મીરામ તારોન (Miram Taron) વિશે સાંભળ્યું જ હશે, આ 17 વર્ષના છોકરાનું અરુણાચલ પ્રદેશમાંથી અપહરણ (Arunachal Pradesh Kidnapping) કરવામાં આવ્યું હતું. આ અપહરણ ગુંડાઓએ નહીં પરંતુ ચીની સૈનિકો (PLA) દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના તમામ પ્રયાસો બાદ આખરે મીરામ પોતાના પરિવાર પાસે પરત ફર્યો છે. પરંતુ તેના પિતાએ દાવો કર્યો છે કે તેમના પુત્રને ચીની સેનાએ ઈલેક્ટ્રીક શોક આપ્યા હતા અને તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. મીરામને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જિલ્લા ડેપ્યુટી કમિશનર શાશ્વત સૌરભે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સોમવારે સાંજે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગમાં એક કાર્યક્રમમાં મીરામ તારોનનુ તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. ઘરે પરત ફરતા સ્થાનિક વહીવટી તંત્ર અને પંચાયતના આગેવાનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મીરામનું ચીની સેના દ્વારા 18 જાન્યુઆરીના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના લુંગટા જોર વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તે તેના મિત્ર જોની યાયિંગ સાથે શિકાર કરવા ગયો હતો. યાયિંગ કોઈક રીતે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને અધિકારીઓને જાણ કરી હતી.
ચીની સેનાએ મીરામને 27 જાન્યુઆરીએ અંજુ જિલ્લાના કિબિતુમાં કોવેનન્ટ-દમાઈ સેન્ટરમાં ભારતીય સેનાને સોંપી દીધો હતો, જ્યાં તે એકલતામાં રહ્યો હતો. મીરામના પિતા ઓપાંગ તારોને કહ્યું કે આ સમગ્ર ઘટનાથી તેનો પુત્ર ડરી ગયો છે અને તે માનસિક રીતે પરેશાન છે. તેમણે આરોપ લગાવ્યો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના કબજામાં એક સપ્તાહથી વધુ સમય સુધી રોકાણ દરમિયાન તેને બાંધી દેવામાં આવ્યો હતો અને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
ઓપાંગ તારોને કાર્યક્રમમાં પત્રકારોને કહ્યું, ‘તે હજુ પણ આઘાતની સ્થિતિમાં છે. તેને પીઠ પર માર મારવામાં આવ્યો હતો અને શરૂઆતમાં તેને હળવો ઇલેક્ટ્રિક આંચકો આપવામાં આવ્યો હતો. મોટાભાગે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેના હાથ બાંધેલા હતા. જ્યારે તેને ખાવાનું હોય કે ટોયલેટ જવાનું હોય ત્યારે જ તેઓ તેને ખોલતા હતા પરંતુ તેઓ તેને પૂરતો ખોરાક આપતા હતા. અરુણાચલ પૂર્વ મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ તાપીર ગાઓએ 19 જાન્યુઆરીએ ટ્વિટર પર કિશોરના અપહરણની માહિતી શેર કરી હતી.
આ પણ વાંચો –
રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત યુદ્ધના કારણે ચિંતામાં ઇમરાન ખાન, આખરે આ યુદ્ધથી પાકિસ્તાનને કેવી રીતે થશે નુકસાન ?
આ પણ વાંચો –