AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક એવો ઓરડો જે માત્ર શિયાળાની ઋતુમાં સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે, કયા આવી આ રહસ્યમય જગ્યા?

દુનિયામાં એકથી એક ચઢિયાતી એવી વસ્તુઓ અથવા સ્થાન છે, જે રહસ્યોથી ભરેલા છે. કોઈપણ વ્યક્તિ હજારો વર્ષોથી તેમનું રહસ્ય જાણી શક્યું નથી અને આવનારા વર્ષોમાં એવું લાગે છે કે તેમના વિશે કંઈ ખાસ જાણી શકાય તેમ નથી.

એક એવો ઓરડો જે માત્ર શિયાળાની ઋતુમાં સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે, કયા આવી આ રહસ્યમય જગ્યા?
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:49 PM
Share

દુનિયામાં એકથી એક ચઢિયાતી એવી વસ્તુઓ અથવા સ્થાન છે, જે રહસ્યોથી ભરેલા છે. કોઈપણ વ્યક્તિ હજારો વર્ષોથી તેમનું રહસ્ય જાણી શક્યું નથી અને આવનારા વર્ષોમાં એવું લાગે છે કે તેમના વિશે કંઈ ખાસ જાણી શકાય તેમ નથી. આવું જ એક સ્થાન આયર્લેન્ડના કાઉન્ટી મઠમાં છે. ખરેખર, અહીં એક પ્રાગૈતિહાસિક સ્મારક છે, જે બ્રોન નદીની ઉત્તરમાં દ્રોગેડાથી આઠ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. તેનું નામ ન્યૂગ્રેંજ છે. 3200 ઈ.સ પૂર્વે આસપાસ નિયોલિથિક સમયગાળા દરમિયાન એક અસાધારણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે, જે વિશ્વ પ્રખ્યાત સ્ટોનહેંજ અને ઈજિપ્તના પિરામિડ કરતા ઘણા જૂનું છે. માનવામાં આવે છે કે આ સ્મારક સ્ટોનહેંજથી લગભગ 500 વર્ષ જૂનું છે.

Newgrange

Newgrange

આ રહસ્યમય સ્મારક એક ગોળાકાર ટીંબા જેવુ છે. જેમાં એક આંતરિક પત્થરનો માર્ગ અને કક્ષ છે. આ ઓરડામાં માનવ અસ્થીઓ અને કબરો પણ મળી આવ્યા છે. ખોદકામમાં અહી અર્ધ સળગેલી અને સળગેલા માનવ હાડકાઓ મળી આવ્યા હતા, જે એ દર્શાવે છે કે અહિયાં માનવ શબ રાખવામાં આવ્યા હશે. જેમાં કેટલાકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

Newgrange

Newgrange

ઘણા પુરાતત્ત્વવિદો માને છે કે આ સ્મારકનું એક રીતે અથવા અન્ય રીતે ધાર્મિક મહત્વ હતું, અહીં કદાચ કોઈક પ્રકારની ઉપાસના થતી હશે. જો કે, તેનો ખરેખર કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેને કોને બનાવી છે, તેનો કોઈ પાસે આધાર પુરાવા નથી એટલે જ તે એક રહસ્ય બની બેઠેલું છે. આ સ્થળ ઘણાં સમય પહેલાં મળી આવ્યું હતું, ત્યારબાદ 1962થી 1975 દરમિયાન અહીં ખોદકામનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્મારકના એક ઓરડામાં 19 મીટરનો એક રસ્તો છે, જે શિયાળાની ઋતુમાં માત્ર સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે. આ પણ એક રહસ્ય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે આપ્યો કેજરીવાલ સરકારને મોટો આંચકો, ડોર સ્ટેપ રેશન યોજના પર રોક લગાવાઈ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">